________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૩૭
जो पस्सदि अप्पाणं अबद्धपुढें अणण्णयं णियदं। अविसेसमजुत्तं तं सुद्धणयं वियाणीहि।।१४ ।।
यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यकं नियतम्। अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि।। १४ ।।
या खल्वबद्धस्पृष्टस्यानन्यस्य नियतस्याविशेषस्यासंयुक्तस्य चात्मनोऽनुभूतिः स शुद्धनयः, सा त्वनुभूतिरात्मैव; इत्यात्मैक एव प्रद्योतते। कथं यथोदितस्यात्मनोऽनुभूतिरिति चेद्बद्धस्पृष्टत्वादीनामभूतार्थत्वात्। तथा हि
વિમુન્] આત્મસ્વભાવને આદિ-અંતથી રહિત પ્રગટ કરે છે (અર્થાત્ કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે). વળી તે, [ ૧] આત્મસ્વભાવને એકસર્વ ભેદભાવોથી (દ્વિતભાવોથી) રહિત એકાકાર-પ્રગટ કરે છે, અને [વિનીન–સટ્ટવિ –નીનં] જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. (દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદ્ગલદ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે અને યોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થવો તેને વિકલ્પ કહે છે.) આવો શુદ્ધનય પ્રકાશરૂપ થાય છે. ૧૦.
એ શુદ્ધનયને ગાથાસૂત્રથી કહે છે:
અબદ્ધસ્પષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને, અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪.
ગાથાર્થ:- [ :] જે નય [ માત્માનમ્ ] આત્માને [ગવદ્ધસ્કૃ] બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, [ગનન્ય] અન્યપણા રહિત, [નિયતમ] ચળાચળતા રહિત, [વિશેષમ] વિશેષ રહિત, [સંયુ$] અન્યના સંયોગ રહિત એવા પાંચ ભાવરૂપ [પશ્યતિ] દેખે છે [ā] તેને, હે શિષ્ય! તું [શુદ્ધનાં ] શુદ્ધનય [ વિનાની દિ] જાણ.
ટીકા:- નિશ્ચયથી અબદ્ધ-અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્તએવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. (શુદ્ધનય કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો-એક જ છે, જુદાં નથી.) અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે ? તેનું સમાધાન - બદ્ધપૃષ્ઠત્વ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. આ વાતને દૃષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com