________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૩૫
दन्यद् द्रव्यम्। वर्तमानतत्पर्यायो भावः। तचतुष्टयं स्वस्वलक्षणवैलक्षण्येनानुभूयमानतायां भूतार्थम्, अथ च निर्विलक्षणस्वलक्षणैकजीवस्वभावस्यानुभूयमानतायामभूतार्थम्। अथैवममीषु प्रमाणनयनिक्षेपेषु भूतार्थत्वेनैको जीव एव प्रद्योतते।
(મતિની) उदयति न नयश्रीरस्तमेति प्रमाणं कचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्। किमपरमभिदध्मो धाम्नि सर्वकषेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव।।९।।
‘આ તે છે' એમ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું ( –પ્રતિમારૂપ સ્થાપન કરવું) તે સ્થાપના નિક્ષેપ છે. વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ છે. એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી (વિલક્ષણરૂપે-જાદા જુદા રૂપે) અનુભવ કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને ભિન્ન લક્ષણથી રહિત એક પોતાના ચૈતન્યલક્ષણરૂપ જીવ-સ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આ રીતે આ પ્રમાણ-નયનિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે.
ભાવાર્થ:- આ પ્રમાણ, નય, નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું; તેમનાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્યય થઈ જાય છે. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છેઃ પહેલી અવસ્થામાં પ્રમાણાદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાનશ્રદ્ધાનની સિદ્ધિ કરવી; જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણાદિની કાંઈ જરૂર નથી. પણ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણાદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ-દ્વેષ-મોહકર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે; તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન થયા પછી પ્રમાણાદિનું આલંબન રહેતું નથી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત્ સિદ્ધ અવસ્થા છે ત્યાં પણ કાંઈ આલંબન નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપોનો અભાવ જ છે.
એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે –
શ્લોકાર્ધ - આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે- [ ગરિમન સર્વક્રુપે ધાનિ અનુભવમ્ ૩યાતે] આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com