________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૬૨૩
(પૃથ્વી) इतो गतमनेकतां दधदितः सदाप्येकतामितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात्। इतः परमविस्तृतं धृतमितः प्रदेशैर्निजैरहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम्।। २७३ ।।
અનુભવાય છે અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે; તોપણ યથાર્થ જ્ઞાની સ્યાદ્વાદના બળથી ભ્રમિત થતો નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાનમાત્રથી શ્રુત થતો નથી. ૨૭ર.
આત્માનો અનેકાંતસ્વરૂપ (-અનેક ધર્મસ્વરૂપ ) વૈભવ અદ્ભુત (આશ્ચર્યકારક ) છે-એવા અર્થનું કાવ્ય હવે કહે છે:
શ્લોકાર્થ:- [ સદો માત્મન: તે ડુમ્ સનમ્ ગત વૈભવમ્ ] અહો! આત્માનો તે આ સહજ અદ્દભુત વૈભવ છે કે- [ રૂત: અનેકતાં તમ] એક તરફથી જોતાં તે અનેક્તાને પામેલો છે અને [કૃત: સવા બપિ તામ્ વત્] એક તરફથી જોતાં સદાય એક્તાને ધારણ કરે છે, [ફત: ક્ષ—વિમ[૨] એક તરફથી જોતાં ક્ષણભંગુર છે અને [ફત: સવા વ ૩યાત્ ધ્રુવન્] એક તરફથી જોતાં સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે, [ રૂત: પર—વિસ્તૃત] એક તરફથી જોતાં પરમ વિસ્તૃત છે અને [ રૂત: નિનૈ. પ્રવેશે. ધૃતમ] એક તરફથી જોતાં પોતાના પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે.
ભાવાર્થ:-પર્યાયદષ્ટિથી જોતાં આત્મા અનેકરૂપ દેખાય છે અને દ્રવ્યદષ્ટિથી જોતાં એકરૂપ દેખાય છે; કમભાવી પર્યાયદષ્ટિથી જોતાં ક્ષણભંગુર દેખાય છે અને સહભાવી ગુણદષ્ટિથી જોતાં ધ્રુવ દેખાય છે; જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દષ્ટિથી જોતાં પરમ વિસ્તારને પામેલો દેખાય છે અને પ્રદેશોની અપેક્ષાવાળી દૃષ્ટિથી જોતાં પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે. આવો દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે. તે (સ્વભાવ) અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે! જ્ઞાનીઓને જોકે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે. ૨૭૩.
ફરી આ જ અર્થનું કાવ્ય કહે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com