SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ (વસન્તતિના) इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि यो ज्ञानमात्रमयतां न जहाति भावः । एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं तद्द्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु।। २६४ । ( વસન્તતિના ) नैकान्तसङ्गतदृशा स्वयमेव वस्तुतत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः। स्याद्वादशुद्धिमधिकामधिगम्य सन्तो ज्ञानीभवन्ति जिननीतिमलङ्घयन्तः।। २६५ ।। ૧૫ ‘ઇત્યાદિ અનેક શક્તિઓથી યુક્ત આત્મા છે તોપણ તે જ્ઞાનમાત્રપણાને છોડતો નથી ’–એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે: શ્લોકાર્થ:- [ત્યાવિ-અને-નિખ-શક્તિ-સુનિર્મ: અપિ] ઇત્યાદિ ( -પૂર્વે કહેલી ૪૭ શક્તિઓ વગેરે વગેરે) અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં [ય: ભાવ: જ્ઞાનમાત્રમયતાં ન નાતિ] જે ભાવ જ્ઞાનમાત્રમયપણાને છોડતો નથી, [તવ્] એવું તે, [વું મ-અમ-વિવર્તિ-વિવર્ત–વિત્રમ્] પૂર્વોક્ત પ્રકારે ક્રમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી (–રૂપાંતરથી, પરિણમનથી) અનેક પ્રકારનું, [દ્રવ્યપર્યયમયં] દ્રવ્યપર્યાયમય [વિક્] ચૈતન્ય ( અર્થાત્ એવો તે ચૈતન્યભાવ-આત્મા) [૪] આ લોકમાં [ વસ્તુ અસ્તિ ] વસ્તુ છે. ભાવાર્થ:-કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ હશે. પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યપર્યાયમય છે. ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્યપર્યાયમય છે. તે ચૈતન્ય અર્થાત્ આત્મા અનંત શક્તિઓથી ભરેલો છે અને ક્રમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહુરૂપ અનેકાકાર થાય છે તોપણ જ્ઞાનને-કે અસાધારણ ભાવ છે તેને-છોડતો નથી, તેની સર્વ અવસ્થાઓ-પરિણામોપર્યાયો જ્ઞાનમય જ છે. ૨૬૪. ‘આ અનેકસ્વરૂપ-અનેકાંતમય-વસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તેઓ જ્ઞાનસ્વરૂપ થાય છે’-એવા આશયનું, સ્યાદ્વાદનું ફળ બતાવતું કાવ્ય હવે કહે છેઃ શ્લોકાર્થ:- [કૃતિ વસ્તુ-તત્ત્વ–વ્યવસ્થિતિમ્ નૈાન્ત-સજ્જત-દશા સ્વયમેવ પ્રવિત્તોયન્ત: ] આવી (અનેકાંતાત્મક) વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાંત-સંગત Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy