SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૭૮ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ ज्ञानं हि परद्रव्यं किञ्चिदपि न गृह्णाति न मुञ्चति च, प्रायोगिकगुणसामर्थ्यात् वैससिकगुणसामर्थ्याद्वा ज्ञानेन परद्रव्यस्य गृहीतुं मोक्तुं चाशक्यत्वात्। परद्रव्यं च न ज्ञानस्यामूर्तात्मद्रव्यस्य मूर्तपुद्गलद्रव्यत्वादाहारः। ततो ज्ञानं नाहारकं भवति। अतो ज्ञानस्य देहो न शङ्कनीयः। (અનુષ્ટ્રમ ) एवं ज्ञानस्य शुद्धस्य देह एव न विद्यते। ततो देहमयं ज्ञातुर्न लिङ्गं मोक्षकारणम्।। २३८ ।। ટીકા:-જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ (જરા પણ) ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક (અર્થાત્ પર નિમિત્તથી થયેલા) ગુણના સામર્થ્યથી તેમ જ વૈગ્નસિક (અર્થાત્ સ્વાભાવિક) ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. વળી, (કર્મ-નોકર્માદિરૂપ) પરદ્રવ્ય જ્ઞાનનો-અમૂર્તિક આત્મદ્રવ્યનો-આહાર નથી, કારણ કે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે; (અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહિ). તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી. (અહીં “જ્ઞાન” કહેવાથી “આત્મા સમજવો; કારણ કે, અભેદ વિવક્ષાથી લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે. આ ન્યાયે ટીકાકાર આચાર્યદવ આત્માને જ્ઞાન જ કહેતા આવ્યા છે.) ભાવાર્થ-જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે અને આહાર તો કર્મ-નોકર્મરૂપ પુગલમય મૂર્તિક છે; તેથી પરમાર્થે આત્માને પુદ્ગલમય આહાર નથી. વળી આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી;-સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણમો, પોતાના જ પરિણામનાં ગ્રહણત્યાગ છે. પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ તો જરા પણ નથી. આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી. આત્માને દેહુ જ નહિ હોવાથી, પુગલમય દેવસ્વરૂપ લિંગ (ન્વેષ, ભેખ, બાહ્ય ચિત) મોક્ષનું કારણ નથી-એવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે: શ્લોકાર્ધઃ- [ wવું શુદ્ધસ્ય જ્ઞાનસ્ય વેદ: gવ ન વિદ્યતે] આમ શુદ્ધ જ્ઞાનને દેહ જ નથી; [ તત: જ્ઞાતુ: વેદમયે નિ મોક્ષIRણમ્ ૧] તેથી જ્ઞાતાને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy