________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩૮
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
ज्ञानादन्यत्रेदमहमिति चेतनम् अज्ञानचेतना। सा द्विधा-कर्मचेतना कर्मफलचेतना च। तत्र ज्ञानादन्यत्रेदमहं करोमीति चेतनं कर्मचेतना; ज्ञानादन्यत्रेदं वेदयेऽहमिति चेतनं कर्मफलचेतना। सा तु समस्तापि संसारबीजं; संसारबीजस्याष्टविधकर्मणो बीजत्वात्। ततो मोक्षार्थिना पुरुषेणाज्ञानचेतनाप्रलयाय सकलकर्मसंन्यासभावनां सकलकर्मफलसंन्यासभावनां च नाटयित्वा स्वभावभूता भगवती ज्ञानचेतनैवैका नित्यमेव नाटयितव्या।
तत्र तावत्सकलकर्मसंन्यासभावनां नाटयति
(કાર્યો) कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः। परिहृत्य कर्म सर्व परमं नैष्कर्म्यमवलम्बे।। २२५ ।।
ટીકા:-જ્ઞાનથી અન્યમાં (-જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું (અનુભવવું) કે “આ હું છું', તે અજ્ઞાનચેતના છે. તે બે પ્રકારે છે-કર્મચેતના અને કર્મફળચેતના. તેમાં, જ્ઞાનથી અન્યમાં ( અર્થાત્ જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું કે “આને હું કરું છું', તે કર્મચેતના છે; અને જ્ઞાનથી અન્યમાં એમ ચેતવું કે “આને હું ભોગવું છું', તે કર્મફળચેતના છે. (એમ બે પ્રકારે અજ્ઞાનચેતના છે.) તે સમસ્ત અજ્ઞાનચેતના સંસારનું બીજ છે; કારણ કે સંસારનું બીજ જે આઠ પ્રકારનું ( જ્ઞાનાવરણાદિ) કર્મ, તેનું તે અજ્ઞાનચેતના બીજ છે ( અર્થાત્ તેનાથી કર્મ બંધાય છે). માટે મોક્ષાર્થી પુરુષે અજ્ઞાનચેતનાનો પ્રલય કરવા માટે સકળ કર્મના સંન્યાસની (ત્યાગની) ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી.
તેમાં પ્રથમ, સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવે છે:
(ત્યાં પ્રથમ, કાવ્ય કહે છે:-)
શ્લોકાર્ધ - [ત્રિવાવિષ ] ત્રણે કાળના (અર્થાત અતીત, વર્તમાન અને અનાગત કાળ સંબંધી ) [ સર્વ ઝર્મ] સમસ્ત કર્મને [વૃત–ારિત–અનુમનનૈ.] કૃતકારિત-અનુમોદનાથી અને [મન:–વન–.] મન-વચન-કાયાથી [પરિદત્ય ] ત્યાગીને [પરમં નૈક્ઝર્ચ લવર્નન્વે] હું પરમ વૈષ્ફર્મ્સને (ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને) અવલંબું છું. (એ પ્રમાણે, સર્વ કર્મનો ત્યાગ કરનાર જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે.) ૨૨૫.
( હવે ટીકામાં પ્રથમ, પ્રતિક્રમણ-કલ્પ અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ કહે છે:-) (પ્રતિક્રમણ કરનાર કહે છે કે:)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com