________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૩૬
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
(૩૫નાતિ) ज्ञानस्य सञ्चेतनयैव नित्यं प्रकाशते ज्ञानमतीव शुद्धम्। अज्ञानसञ्चेतनया तु धावन बोधस्य शुद्धिं निरुणद्धि बन्धः।। २२४ ।।
वेदंतो कम्मफलं अप्पाणं कुणदि जो दु कम्मफलं। सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं ।। ३८७ ।।
સ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચયચારિત્ર છે. જે આ નિશ્ચયચારિત્ર, તે જ જ્ઞાનચેતના (અર્થાત્ જ્ઞાનનું અનુભવન) છે. તે જ જ્ઞાનચેતનાથી (અર્થાત્ જ્ઞાનના અનુભવનથી) સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે, જેમાં જ્ઞાનચેતનાનું ફળ અને અજ્ઞાનચેતનાનું (અર્થાત્ કર્મચેતનાનું અને કર્મફળચેતનાનું) ફળ પ્રગટ કરે છે -
શ્લોકાર્થઃ- [નિત્યં જ્ઞાનસ્ય સન્વેતનયા વ જ્ઞાનમ્ ગતીવ શુદ્ધ” પ્રકાશ7] નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે; [1] અને [અજ્ઞાનસંગ્વતનયા] અજ્ઞાનની સંચેતનાથી [વશ્વ: વાવન] બંધ દોડતો થકો [વોચ્ચ શુદ્ધિ નિરુણદ્ધિ] જ્ઞાનની શુદ્ધતાને રોકે છે-જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
ભાવાર્થ-કોઈ (વસ્તુ ) પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે અર્થાત્ કેવળજ્ઞાન ઊપજે છે. કેવળજ્ઞાન ઊપજતાં સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય
અજ્ઞાનરૂપ (અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ) ઉપયોગને કરવો, તેના તરફ જ (-કર્મ અને કર્મફળ તરફ જ-) એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો, તે અજ્ઞાનચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે, કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ર૨૪.
જે કર્મફળને વેદતો નિજરૂપ કરમફળને કરે, તે ફરીય બાંધે અષ્ટવિધિના કર્મને-દુખબીજને; ૩૮૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com