________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધશાન અધિકાર
૫૩૩
कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं। तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ।। ३८३ ।। कम्मं जं सुहमसुहं जम्हि य भावम्हि बज्झदि भविस्सं। तत्तो णियत्तदे जो सो पच्चक्खाणं हवदि चेदा।। ३८४ ।। जं सुहमसुहमुदिण्णं संपडि य अणेयवित्थरविसेसं। तं दोसं जो चेददि सो खलु आलोयणं चेदा।।३८५ ।।
અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ થાય છે. અને જ્યારે અપ્રમત્ત અવસ્થા થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે; તે વખતે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણિ ચડી, કેવળજ્ઞાન ઉપજાવી, સાક્ષાત્ * જ્ઞાનચેતનારૂપ થાય છે. ૨૨૩.
અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડ તે આત્મા પ્રતિક્રમણ છે, અનાગત કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે (અર્થાત્ જે ભાવોથી આગામી કર્મ બંધાય તે ભાવોનું મમત્વ છોડે) તે આત્મા પ્રત્યાખ્યાન છે અને ઉદયમાં આવેલા વર્તમાન કર્મનું મમત્વ છોડ તે આત્મા આલોચના છે; સદાય આવાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે.-આવું ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છે:
શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે, તેથી નિવર્સે આત્મને, તે આતમા પ્રતિક્રમણ છે; ૩૮૩.
શુભ ને અશુભ ભાવી કરમ જે ભાવમાં બંધાય છે, તેથી નિવર્તન જે કરે, તે આતમા પચખાણ છે; ૩૮૪.
શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે, તે દોષને જે ચેતતો, તે જીવ આલોચન ખરે. ૩૮૫.
* કેવળજ્ઞાની જીવને સાક્ષાત્ જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ નિર્વિકલ્પ
અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો, સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી, કારણ કે તેને નિરંતર જ્ઞાનના
સ્વામિત્વભાવે પરિણમન હોય છે. કર્મના અને કર્મફળના સ્વામિત્વભાવે પરિણમન નથી હોતું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com