________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩)
સમયસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
स्वस्थानात्प्रच्युत्य तं प्रकाशयितुमायाति; किन्तु वस्तुस्वभावस्य परेणोत्पादयितुमशक्यत्वात् परमुत्पादयितुमशक्तत्वाच यथा तदसन्निधाने तथा तत्सन्निधानेऽपि स्वरूपेणैव प्रकाशते। स्वरूपेणैव प्रकाशमानस्य चास्य वस्तुस्वभावादेव विचित्रां परिणतिमासादयन् कमनीयोऽकमनीयो वा घटपटादिर्न मनागपि विक्रियायै વસ્થા તથા વદિર: શબ્દો, ૫, ન્યો, રસ, સ્પર્શી, ગુગદ્રવ્ય , રેવતો यज्ञदत्तमिव हस्ते गृहीत्वा, 'मां शृणु, मां पश्य, मां जिघ्र, मां रसय, मां स्पृश, मां बुध्यस्व' इति स्वज्ञाने नात्मानं प्रयोजयन्ति, न चात्माप्ययःकान्तोपलकृष्टाय:सूचीवत् स्वस्थानात्प्रच्युत्य तान् ज्ञातुमायाति; किन्तु वस्तुस्वभावस्य परेणोत्पादयितुमशक्यत्वात् परमुत्पादयितुमशक्तत्वाच्च यथा तदसन्निधाने तथा तत्सन्निधानेऽपि स्वरूपेणैव जानीते। स्वरूपेणैव जानतश्चास्य वस्तुस्वभावादेव विचित्रां परिणतिमासादयन्त: कमनीया अकमनीया वा शब्दादशो बहिरा न मनागपि विक्रियायै
જેમ પોતાના સ્થાનથી શ્રુત થઈને તેને (બાહ્યપદાર્થને) પ્રકાશવા જતો નથી; પરંતુ, વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શક્તો નહિ હોવાથી, દીવો જેમ બાહ્યપદાર્થની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે) તેમ બાહ્યપદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશ છે. (એમ) પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા તેને (દીવાને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી.
એવી રીતે હવે દર્દાત છેઃ બાહ્યપદાર્થો-શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય-, જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, આત્માને સ્વજ્ઞાનમાં (બાહ્યપદાર્થોને જાણવાના કાર્યમાં) જોડતા નથી કે “તું મને સાંભળ, તું મને જો, તું મને સુંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ', અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી શ્રુત થઈને તેમને (બાહ્યપદાર્થોને) જાણવા જતો નથી; પરંતુ, વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શક્તો નહિ હોવાથી, આત્મા જેમ બાહ્યપદાર્થોની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ જાણે છે ) તેમ બાહ્યપદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. (એમ) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને (આત્માને), વસુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com