________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अतः श्रुतज्ञानमप्यात्मैव स्यात्। एवं सति यः आत्मानं जानाति स श्रुतकेवलीत्यायाति, स तु परमार्थ एव। एवं ज्ञानज्ञानिनोर्मेदेन व्यपदिशता व्यवहारेणापि परमार्थमात्रमेव प्रतिपाद्यते, न किञ्चिदप्यतिरिक्तम्। अथ च यः श्रुतेन केवलं शुद्धमात्मानं जानाति स श्रुतकेवलीति परमार्थस्य प्रतिपादयितुमशक्यत्वाद्यः श्रुतज्ञानं सर्वं जानाति स श्रुतकेवलीति व्यवहारः परमार्थप्रतिपादकत्वेनात्मानं प्रतिष्ठापयति।
कुतो व्यवहारनयो नानुसर्तव्य इति चेत्ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ। भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो।। ११ ।।
જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી “જે આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એમ જ આવે છે, અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થમાત્ર જ કહેવામાં આવે છે. તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી. વળી “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય હોવાથી, “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દઢપણે સ્થાપિત કરે છે.
ભાવાર્થઃ- જે શાસ્ત્રજ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ (નિશ્ચય કથન) છે. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-શાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો. અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું.
હવે વળી એવો પ્રશ્ન ઊઠે છે કે પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? તેના ઉતરરૂપ ગાથાસૂત્ર કહે છે:
વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સુદષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com