________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૯૩
वेदयते स एवान्यो वा करोतीति नास्त्येकान्तः। एवमनेकान्तेऽपि यस्तत्क्षणवर्तमानस्यैव परमार्थसत्त्वेन वस्तुत्वमिति वस्त्वंशेऽपि वस्तुत्वमध्यास्य शुद्धनयलोभादृजुसूत्रैकान्ते स्थित्वा य एव करोति स एव न वेदयते, अन्यः करोति अन्यो वेदयते इति पश्यति स मिथ्यादृष्टिरेव द्रष्टव्यः, क्षणिकत्वेऽपि वृत्त्यंशानां वृत्तिमतश्चैतन्यचमत्कारस्य टङ्कोत्कीर्णस्यैवान्तःप्रतिभासमानत्वात्।
અથવા “બીજો જ ભોગવે છે', “જે ભોગવે છે તે જ કરે છે” અથવા “બીજો જ કરે છે”—એવો એકાંત નથી. આમ અનેકાંત હોવા છતાં, “જે (પર્યાય) તે ક્ષણે વર્તે છે, તેને જ પરમાર્થ સત્પણું હોવાથી, તે જ વસ્તુ છે' એમ વસ્તુના અંશમાં વસ્તુપણાનો અધ્યાસ કરીને શુદ્ધનયના લોભથી ઋજુસૂત્રનયના એકાંતમાં રહીને જે એમ દેખે-માને છે કે “જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે, તે જીવ મિથ્યાદષ્ટિ જ દેખવો-માનવો; કારણ કે, વૃક્વંશોનું (પર્યાયોનું) ક્ષણિકપણું હોવા છતાં, વૃત્તિમાન (પર્યાયી) જે ચૈતન્યચમત્કાર (આત્મા) તે તો ટંકોત્કીર્ણ (નિત્ય ) જ અંતરંગમાં પ્રતિભાસે છે.
ભાવાર્થ-વસ્તુનો સ્વભાવ જિનવાણીમાં દ્રવ્યપર્યાયસ્વરૂપ કહ્યા છે; માટે સ્યાદ્વાદથી એવો અનેકાંત સિદ્ધ થાય છે કે પર્યાય-અપેક્ષાએ તો વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય-અપેક્ષાએ નિત્ય છે. જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. તેથી, પર્યાયદષ્ટિએ જોવામાં આવે તો કાર્યને કરે છે એક પર્યાય, અને ભોગવે છે અન્ય પર્યાય; જેમ કેમનુષ્યપર્યાયે શુભાશુભ કર્મ કર્યા અને તેનું ફળ દેવાદિપર્યાયે ભોગવ્યું. દ્રવ્યદૃષ્ટિએ જોવામાં આવે તો, જે કરે છે તે જ ભોગવે છે; જેમ કે મનુષ્યપર્યાયમાં જે જીવદ્રવ્ય શુભાશુભ કર્મ કર્યા, તે જ જીવદ્રવ્ય દેવાદિ પર્યાયમાં પોતે કરેલાં કર્મનું ફળ ભોગવ્યું.
આ રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતરૂપ સિદ્ધ હોવા છતાં, જે જીવ શુદ્ધનયને સમજ્યા વિના શુદ્ધનયના લોભથી વસ્તુના એક અંશને (-વર્તમાન કાળમાં વર્તતા પર્યાયને) જ વસ્તુ માની ઋજાસૂત્રનયના વિષયનો એકાંત પકડી એમ માને છે કે “જે કરે છે તે જ ભોગવતો નથી–અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે જ કરતો નથીઅન્ય કરે છે, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અહંતના મતનો નથી; કારણ કે, પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, દ્રવ્યરૂપ ચૈતન્યચમત્કાર તો અનુભવગોચર નિત્ય છે; પ્રત્યભિજ્ઞાનથી જણાય છે કે બાળક અવસ્થામાં જે હું હતો તે જ હું તરુણ અવસ્થામાં હતો અને તે જ હું વૃદ્ધ અવસ્થામાં છું”. આ રીતે જે કથંચિત્ નિત્યરૂપે અનુભવગોચર છે-સ્વસંવેદનમાં આવે છે અને જેને જિનવાણી પણ એવો જ ગાય છે, તેને જે ન માને તે મિથ્યાષ્ટિ છે એમ જાણવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com