________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૬૯
(અનુકુમ ) ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः।। सामान्यजनवत्तेषां: न मोक्षोऽपि मुमुक्षताम्।। १९९ ।।
તથા વીર્યંતરાયનો ઉદય છે ત્યાં સુધી અદર્શન, અજ્ઞાન તથા અસમર્થપણું હોય જ છે; તો પછી કેવળજ્ઞાન થયા પહેલાં જ્ઞાતાદ્રષ્ટાપણું કેમ કહેવાય?” તેનું સમાધાનઃ–પહેલેથી કહેતા જ આવીએ છીએ કે જે સ્વતંત્રપણે કરે-ભોગવે, તેને પરમાર્થે કર્તા-ભોક્તા કહેવાય છે. માટે જ્યાં મિથ્યાષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પારદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો અને ત્યારે જીવ જ્ઞાની થયો થકો સ્વતંત્રપણે તો કોઈનો કર્તા-ભોક્તા થતો નથી, તથા પોતાની નબળાઈથી કર્મના ઉદયની બળજરીથી જે કાર્ય થાય છે તેનો કર્તા-ભોક્તા પરમાર્થદષ્ટિએ તેને કહેવાતો નથી. વળી તે કાર્યના નિમિત્તે કાંઈક નવીન કર્મજ લાગે પણ છે તો પણ તેને અહીં બંધમાં ગણવામાં આવતી નથી. મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં બિંદુની શી ગણતરી ?
વળી એટલું વિશેષ જાણવું કે-કેવળજ્ઞાની તો સાક્ષાત્ શુદ્ધાત્મસ્વરૂપ જ છે અને શ્રુતજ્ઞાની પણ શુદ્ધનયના અવલંબનથી આત્માને એવો જ અનુભવે છે; પ્રત્યક્ષ-પરોક્ષનો જ ભેદ છે. માટે શ્રુતજ્ઞાનીને જ્ઞાન-શ્રદ્ધાનની અપેક્ષાએ તો જ્ઞાતાદ્રષ્ટાપણું જ છે અને ચારિત્રની અપેક્ષાએ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે તથા તેને નાશ કરવાનો ઉધમ પણ છે. જ્યારે તે કર્મનો અભાવ થશે ત્યારે સાક્ષાત્ યથાખ્યાત ચારિત્ર થશે અને ત્યારે કેવળજ્ઞાન થશે. અહીં સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે મિથ્યાત્વના અભાવની અપેક્ષાએ કહેવામાં આવે છે. જ્ઞાનસામાન્યની અપેક્ષા લઈએ તો તો સર્વ જીવ જ્ઞાની છે અને વિશેષ અપેક્ષા લઈએ તો જ્યાં સુધી કિચિત્માત્ર પણ અજ્ઞાન રહે ત્યાં સુધી જ્ઞાની કહી શકાય નહિ-જેમ સિદ્ધાંતમાં ભાવોનું વર્ણન કરતાં, જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી અર્થાત્ બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. માટે અહીં જે જ્ઞાની-અજ્ઞાનીપણું કહ્યું તે સમ્યકત્વ-મિથ્યાત્વની અપેક્ષાએ જ જાણવું.
હવે, જેઓ-જૈનના સાધુઓ પણ-સર્વથા એકાંતના આશયથી આત્માને કર્તા જ માને છે તેમને નિષેધતો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહે છે -
શ્લોકાર્થ- [ યે તુ તમસ તતા: માત્માનું વર્તારમ્ પશ્યત્તિ] જેઓ અજ્ઞાનઅંધકારથી આચ્છાદિત થયા થકા આત્માને કર્તા માને છે, [મુમુક્ષતામ્ પ ] તેઓ ભલે મોક્ષને ઈચ્છનારા હોય તોપણ [સામાન્યનનવત્] સામાન્ય (લૌકિક) જનોની માફક [તેષાં મોક્ષ: ન] તેમનો પણ મોક્ષ થતો નથી. ૧૯૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com