________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जीवो हि तावत्क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानो जीव एव, नाजीवः, एवमजीवोऽपि क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानोऽजीव एव , न जीवः, सर्वद्रव्याणां स्वपरिणामैः सह तादात्म्यात् कङ्कणादिपरिणामैः काञ्चनवत्। एवं हि जीवस्य स्वपरिणामैरुत्पद्यमानस्याप्यजीवेन सह कार्यकारणभावो न सिध्यति, सर्वद्रव्याणां द्रव्यान्तरेण सहोत्पाद्योत्पादकभावाभावात्; तदसिद्धौ चाजीवस्य जीवकर्मत्वं न सिध्यति; तदसिद्धौ च कर्तृकर्मणोरनन्यापेक्षसिद्धत्वात् जीवस्याजीवकर्तृत्वं न सिध्यति। अतो जीवोऽकर्ता अवतिष्ठते।
[ નિયમાત] નિયમથી [ પ્રતીત્ય] કર્મના આશ્રયે (-કર્મને અવલંબીને) [ કર્તા ] કર્તા હોય છે; [ તથા ૨] તેમ જ [કર્તાર પ્રતીત્ય] કર્તાના આશ્રયે [ વર્માણ ઉત્પન્ત] કર્મો ઉત્પન્ન થાય છે; [ અન્ય 7] બીજી કોઈ રીતે [ સિદ્ધિ:] કર્તાકર્મની સિદ્ધિ [ ન દશ્યતે] જોવામાં આવતી નથી.
ટીકાઃ-પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ કમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી; કારણ કે જેમ (કંકણ આદિ પરિણામોથી ઊપજતા એવા) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદમ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાભ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્યઉત્પાદકભાવનો અભાવ છે; તે (કાર્યકારણભાવ) નહિ સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી; અને તે (-અજીવને જીવનું કર્મપણું) નહિ સિદ્ધ થતાં, કર્તાકર્મની અન્યનિરપેક્ષપણે (-અન્યદ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે.
ભાવાર્થ-સર્વ દ્રવ્યોના પરિણામ જુદા જુદા છે. પોતપોતાના પરિણામોના, સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામોના કર્તા છે, તે પરિણામો તેમનાં કર્મ છે. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કર્તાકર્મસંબંધ નથી. માટે જીવ પોતાના પરિણામનો જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાના પરિણામનું જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે.
આ રીતે જીવ અકર્તા છે તો પણ તેને બંધ થાય છે એ કોઈ અજ્ઞાનનો મહિમા છે” એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com