________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
भूतं भावं प्रतिक्रामति प्रत्याचष्टे च यदा तु भावं प्रतिक्रामति प्रत्याचष्टे च तदा साक्षादकर्तैव स्यात्।
3
૪૧૯
द्रव्यभावयोर्निमित्तनैमित्तिकभावोदाहरणं चैतत्
आधाकम्मादीया पोग्गलदव्वस्स जे इमे दोसा । कह ते कुव्वदि णाणी परदव्वगुणा दु जे णिच्चं ।। २८६ ।।
પ્રતિક્રમે છે તથા પચખે છે, અને જ્યારે પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે સાક્ષાત્ અકર્તા જ છે.
ભાવાર્થ:-અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારાં જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે અને તે પરદ્રવ્યોના નિમિત્તે જે રાગાદિભાવો થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે ભાવ-અપ્રતિક્રમણ છે. તેવી રીતે આગામી કાળ સંબંધી પરદ્રવ્યોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે દ્રવ્યઅપ્રત્યાખ્યાન છે અને તે ૫રદ્રવ્યોના નિમિત્તે આગામી કાળમાં થનારા જે રાગાદિભાવો તેમની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે ભાવ-અપ્રત્યાખ્યાન આમ દ્રવ્યઅપ્રતિક્રમણ ને ભાવ-અપ્રતિક્રમણ તથા દ્રવ્ય-અપ્રત્યાખ્યાન ને ભાવ-અપ્રત્યાખ્યાન-એવો જે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો બે પ્રકારનો ઉપદેશ છે તે દ્રવ્ય-ભાવના નિમિત્ત-નૈમિત્તિકભાવને જણાવે છે. માટે એમ ઠર્યું કે પરદ્રવ્ય તો નિમિત્ત છે અને રાગાદિભાવો નૈમિત્તિક છે. આ રીતે આત્મા રાગાદિભાવોને સ્વયમેવ નહિ કરતો હોવાથી તે રાગાદિભાવોનો અકર્તા જ છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે જોકે આ આત્મા રાગાદિભાવોનો અકર્તા જ છે તોપણ જ્યાં સુધી તેને નિમિત્તભૂત પરદ્રવ્યનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તેને રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે, અને જ્યાં સુધી રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તે રાગાદિભાવોનો કર્તા જ છે; જ્યારે તે નિમિત્તભૂત ૫દ્રવ્યનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે ત્યારે તેને નૈમિત્તિક રાગાદિભાવોનાં પણ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે, અને જ્યારે રાગાદિભાવોનાં પ્રતિક્રમણપ્રત્યાખ્યાન થઈ જાય છે ત્યારે તે સાક્ષાત્ અકર્તા જ છે.
હવે દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાનું ઉદાહરણ કહે છેઃ
આધાકરમ ઇત્યાદિ પુદ્ગલદ્રવ્યના આ દોષ જે,
તે કેમ ‘ જ્ઞાની ’ કરે સદા ૫૨દ્રવ્યના જે ગુણ છે? ૨૮૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com