________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અનુષ્ટ્રમ) इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः।। रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः।। १७६ ।।
ण य रागदोसमोहं कुव्वदि णाणी कसायभावं वा। सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं ।। २८० ।।
न च रागद्वेषमोहं करोति ज्ञानी कषायभावं वा। स्वयमात्मनो न स तेन कारकस्तेषां भावानाम्।। २८० ।।
यथोक्तं वस्तुस्वभावं जानन ज्ञानी शुद्धस्वभावादेव न प्रच्यवते, ततो रागद्वेषमोहादिभावैः स्वयं न परिणमते, न परेणापि परिणम्यते, ततष्टकोत्कीर्णैकज्ञायकभावो ज्ञानी रागद्वेषमोहादिभावानामकतैवेति प्रतिनियमः।
શ્લોકાર્ધઃ- [તિ ર્વે વસ્તુસ્વભાવે જ્ઞાની નાનાતિ] એવા પોતાના વસ્તુસ્વભાવને જ્ઞાની જાણે છે [તેન સ: રવીન ત્મિન: p] તેથી તે રાગાદિકને પોતાના કરતો નથી, [ અત: Rવ: 7 ભવતિ] તેથી તે (રાગાદિકનો) કર્તા નથી. ૧૭૬.
હવે, એ પ્રમાણે જ ગાથામાં કહે છે:
કદી રાગદ્વેષવિમોહ અગર કષાયભાવો નિજ વિષે, જ્ઞાની સ્વયં કરતો નથી, તેથી ન તત્કારક ઠરે. ૨૮૦.
ગાથાર્થ- [ જ્ઞાની] જ્ઞાની [ રાકેષમોદં] રાગદ્વેષમોહને [વા વષયમાd ] કે કપાયભાવને [સ્વયમ્] પોતાની મેળે [ષાત્મનઃ] પોતામાં [રોતિ] કરતો નથી [તેન] તેથી [ સ:] તે, [ તેષાં ભાવીનાન] તે ભાવોનો [IRવ: 7] કારક અર્થાત્ કર્તા નથી.
ટીકા-યથોક્ત (અર્થાત જેવો કહ્યો તેવા) વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી જ ચુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોટું આદિ ભાવોરૂપે પોતાની મેળે પરિણમતો નથી અને પર વડે પણ પરિણમાવાતો નથી, માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ જ્ઞાની રાગ-દ્વેષ-મોટું આદિ ભાવોનો અકર્તા જ છે-એવો નિયમ છે.
ભાવાર્થ-આત્મા જ્ઞાની થયો ત્યારે વસ્તુનો એવો સ્વભાવ જાણ્યો કે “આત્મા પોતે તો શુદ્ધ જ છે-દ્રવ્યદષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે, પર્યાયદષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તથી રાગાદિરૂપે પરિણમે છે; માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો કર્તા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com