________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭ર
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
तत्प्रसङ्गात्। न कायवाङ्मनःकर्म, यथाख्यातसंयतानामपि तत्प्रसङ्गात्। नानेकप्रकारकरणानि, केवलज्ञानिनामपि तत्प्रसङ्गात्। न सचित्ताचित्तवस्तूपघातः, समितितत्पराणामपि तत्प्रसङ्गात्। ततो न्यायबलेनैवैतदायातं, यदुपयोगे रागादिकरणं स बन्धहेतुः।
બંધનો પ્રસંગ આવે. કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયાસ્વરૂપ યોગ) પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો યથાખ્યાત-સંયમીઓને પણ (કાય-વચન-મનની ક્રિયા હોવાથી) બંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારનાં કારણો પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો કેવળજ્ઞાનીઓને પણ (તે કરણોથી) બંધનો પ્રસંગ આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેઓ સમિતિમાં તત્પર છે તેમને (અર્થાત્ જેઓ યત્નપૂર્વક પ્રવર્તે છે એવા સાધુઓને) પણ (સચિત્ત તથા અચિત્ત વસ્તુઓના ઘાતથી) બંધનો પ્રસંગ આવે. માટે ન્યાયબળથી જ આ ફલિત થયું કે, જે ઉપયોગમાં રાગાદિકરણ (અર્થાત્ ઉપયોગમાં જે રાગાદિકનું કરવું), તે બંધનું કારણ છે.
ભાવાર્થ-અહીં નિશ્ચયનય પ્રધાન કરીને કથન છે. જ્યાં નિબંધ હેતુથી સિદ્ધિ થાય તે જ નિશ્ચય છે. બંધનું કારણ વિચારતાં નિબંધપણે એ જ સિદ્ધ થયું કે-મિથ્યાદષ્ટિ પુરુષ જે રાગદ્વેષમોહભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તે રાગાદિક જ બંધનું કારણ છે. તે સિવાય બીજાં-બહુ કર્મયોગ્ય પગલોથી ભરેલો લોક, મન-વચન-કાયના યોગ, અનેક કરણો તથા ચેતન અચેતનનો ઘાત-બંધનાં કારણ નથી; જો તેમનાથી બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળજ્ઞાનીઓને અને સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓને બંધનો પ્રસંગ આવે છે. પરંતુ તેમને તો બંધ થતો નથી. તેથી આ હેતુઓમાં (-કારણોમાં ) વ્યભિચાર આવ્યો. માટે બંધનું કારણ રાગાદિક જ છે એ નિશ્ચય છે.
અહીં સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓનું નામ લીધું અને અવિરત, દેશવિરતનું નામ ન લીધું તેનું કારણ એ છે કે-અવિરત તથા દેશવિરતને બાહ્યસમિતિરૂપ પ્રવૃત્તિ નથી તેથી ચારિત્રમોહ સંબંધી રાગથી કિંચિત્ બંધ થાય છે, માટે સર્વથા બંધના અભાવની અપેક્ષામાં તેમનું નામ ન લીધું. બાકી અંતરંગની અપેક્ષાએ તો તેઓ પણ નિબંધ જ જાણવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com