________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] .
નિર્જરા અધિકાર
૩૪૯
(શાર્દૂત્તવિશાહિત) त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किंत्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत्। तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः।। १५३ ।।
કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિપરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું.
આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી.
હવે, “જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે ?” એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છે –
શ્લોકાર્ધઃ- [ પેજ નં ત્ય$ : વર્ષ કુરુતે તિ વયે જ પ્રતીમ:] જેણે કર્મનું ફળ છોડયું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીતિ કરી શક્તા નથી. [ ડુિ ] પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે- [૩મરચ ગરિ ત: પિ વિવિ કપિ તત્ ર્મ અવશેન માપતેત્] તેને (જ્ઞાનીને) પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે (–તેના વશ વિના) આવી પડે છે. [તસ્મિન સાપતિને તુ] તે આવી પડતાં પણ, [ નમ્પ–પર-જ્ઞાનસ્વભાવે રિશત: જ્ઞાની] જે અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની [*] કર્મ [ વુિં
તે અથ વુિં ન તે] કરે છે કે નથી કરતો [તિ : નાનાતિ] તે કોણ જાણે ?
ભાવાર્થ-જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી. માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે ? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી.
અવિરત સમ્યગ્દષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ સમજવા. તેમાં, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત સમ્યગ્દષ્ટિ અને આહારવિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે, તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના જ કર્તા છે. અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્વળ છે. તે ઉજ્વળતાને તેઓ જ (–જ્ઞાનીઓ જ-) જાણે છે, મિથ્યાષ્ટિઓ તે ઉજ્વળતાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com