________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સંવર અધિકાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ज्ञानेनाशुद्धमात्मानमुपलभमानोऽवतिष्ठते सोऽज्ञानमयाद्भावादज्ञानमय एव भावो भवतीति कृत्वा प्रत्यग्रकर्मास्रवणनिमित्तस्य रागद्वेषमोहसन्तानस्यानिरोधादशुद्धमेवात्मानं प्राप्नोति । अतः शुद्धात्मोपलम्भादेव संवरः।
(માલિની)
यदि कथमपि धारावाहिना बोधनेन ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते।
तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति।। १२७ ।।
૨૯૩
તે, ‘અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે' એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી ) જ સંવર થાય છે.
ભાવાર્થ:-જે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામેછે; અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી ( અનુભવથી ) જ સંવર થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ વિ] જો [થમ્ પિ] કોઈ પણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને ) [ ધારાવાહિના વોધનેન] ધારાવાહી જ્ઞાનથી [શુદ્ધમ્ આત્માનન્] શુદ્ધ આત્માને [ઘુવર્ ૩૫લમમાન: ગાસ્તે] નિશ્ચળપણે અનુભવ્યા કરે [ તત્] તો [ અયમ્ આત્મા] આ આત્મા, [ ૩ય-આત્મ-આારામમ્ આત્માનન્] જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે (અર્થાત જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને [ પર-પરિગતિ-રોધાત્] ૫૨૫રિણતિના નિરોધથી [ શુદ્ધત્ વ અમ્યુÎતિ] શુદ્ધ જ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:-ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ ૫૨૫રિણતિનો (ભાવાસવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.
ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છેઃએક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યજ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. બીજું, એક જ જ્ઞેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com