________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
इति आस्रवो निष्क्रान्तः।
। इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां आस्रवप्ररूपक: चतुर्थोऽङ्कः।।
समयसारव्याख्यायामात्मख्यातौ
શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આગ્નવભાવોનો સર્વથા અભાવ થઇને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી. ૧૨૪.
ટીકા-આ રીતે આસ્રવ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થ-આસ્રવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી લીધો તેથી તે બહાર નીકળી ગયો.
યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આસ્રવ દ્રવ્યત આગમ ગાયે, રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહુ ભાવ જતાયે; જે મુનિરાજ કરે ઇનિ પાલ સુરિદ્ધિ સમાજ લયે સિવ થાય, કાય નવાય નમું ચિત લાય કહ્યું જય પાલ લહૂં મન ભાય.
આમ શ્રી સમયસારની (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રીસમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આસ્રવનો પ્રરૂપક ચોથો અંક સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com