________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
આસ્રવ અધિકાર
૨૭૫
यतः सदवस्थायां तदात्वपरिणीतबालस्त्रीवत् पूर्वमनुपभोग्यत्वेऽपि विपाकावस्थायां प्राप्तयौवनपूर्वपरिणीतस्त्रीवत् उपभोग्यत्वात् उपयोगप्रायोग्यं पुद्गलकर्मद्रव्यप्रत्ययाः सन्तोऽपि कर्मोदयकार्यजीवभावसद्भावादेव बध्नन्ति। ततो ज्ञानिनो यदि द्रव्यप्रत्यया: पूर्वबद्बाः सन्ति, सन्तु; तथापि स तु निरास्रव एव, कर्मोदयकार्यस्य रागद्वेषमोहरूपस्यास्रवभावस्याभावे द्रव्यप्रत्ययानाम-बन्धहेतुत्वात्।
[ તથા] તે રીતે, [ જ્ઞાનાવરણાવિભાવે:] જ્ઞાનાવરણાદિ ભાવે [ સપ્તાઈવિધાનિ ભૂતાનિ] સાત-આઠ પ્રકારનાં થયેલાં એવાં કર્મોને [વનાતિ] બાંધે છે. [ સન્તિ 1] સત્તાઅવસ્થામાં તેઓ [ નિરુપમોશ્યાનિ] નિરુપભોગ્ય છે અર્થાત્ ભોગવવાયોગ્ય નથી[ અથા] જેમ [ રૂ] જગતમાં [વીના સ્ત્રી ] બાળ સ્ત્રી [પુરુષસ્થ] પુરુષને નિરુપભોગ્ય છે તેમ; [ તાનિ] તેઓ [૩]મોથાનિ] ઉપભોગ્ય અર્થાત્ ભોગવવાયોગ્ય થતાં [ વનાતિ] બંધન કરે છે– [ યથા] જેમ [તળી સ્ત્રી ] તરણ સ્ત્રી [૨] પુરુષને બાંધે છે તેમ. [તેન તુ કારોન] આ કારણથી [સચદષ્ટિ:] સમ્યગ્દષ્ટિને [ નવજs:] અબંધક [ મળતિ:] કહ્યો છે, કારણ કે [ીગ્નવમીવામાd] આસ્રવભાવના અભાવમાં [ પ્રત્યયા:] પ્રત્યયોને [વન્યT:] (કર્મના) બંધક [ન મળતા:] કહ્યા નથી.
ટીકાઃ-જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે. અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસાર, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે–વશ કરે છે, તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગયોગ્ય થાય છે એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો હોવા છતાં તેઓ જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે (અર્થાત્ ઉપયોગના પ્રયોગ અનુસાર), કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સભાવને લીધે જ, બંધન કરે છે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિધમાન છે, તો ભલે હો તથાપિ તે (જ્ઞાની) તો નિરાસ્ત્રવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધના કારણ નથી. (જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે તેમ જીવને આગ્નવભાવ હોય તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્યપ્રત્યયો નવો બંધ કરી શકે
ભાવાર્થ-દ્રવ્યાસ્ત્રોના ઉદયને અને જીવના રાગદ્વેષમોહભાવોને નિમિત્તનૈમિત્તિકભાવ છે. દ્રવ્યાસ્ત્રવોના ઉદય વિના જીવને આસ્રવભાવ થઇ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાસ્ત્રવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાત્રવ થાય તે પ્રકારે દ્રવ્યાસ્ત્રવો નવીન બંધનાં કારણ થાય છે. જીવ ભાવાત્સવ ન કરે તો તેને નવો બંધ થતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com