________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
આસ્રવ અધિકાર
૨૭૩
(અનુદુમ્) सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ। कुतो निराम्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः।। ११७ ।।
सव्वे पुव्वणिबद्धा दु पच्चया अत्थि सम्मदिहिस्स। उवओगप्पाओगं बंधते कम्मभावेण।।१७३ ।।
શક્તિને વારંવાર સ્પર્શે છે અર્થાત્ પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે. એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.
બુદ્ધિપૂર્વક” અને “અબુદ્ધિપૂર્વક 'નો અર્થ આ પ્રમાણે છે:-જે રાગાદિપરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે; સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ કે ઇચ્છા વિના થાય છે.
(રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં “બુદ્ધિપૂર્વક” અને અબુદ્ધિપૂર્વક'નો આ પ્રમાણે અર્થ લીધો છે-જે રાગાદિપરિણામ મન દ્વારા, બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વક છે; અને જે રાગાદિપરિણામ ઇંદ્રિયમનના વ્યાપાર | સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવન જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક
છે. આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે.) ૧૧૬.
હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છે:
શ્લોકાર્થ-[ સર્વચામું પર્વ દ્રવ્યપ્રત્યયસંતતી નીવજ્યાં ] જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાસ્વની સંતતિ વિદ્યમાન હોવા છતાં [ જ્ઞાન] જ્ઞાની [ નિત્યમ્ ga] સદાય [ નિરાવ: ] નિરાસ્રવ છે [ 9ત:] એમ શા કારણે કહ્યું?'- [તિ વેત્ મતિઃ] એમ જો તારી બુદ્ધિ છે (અર્થાત્ જો તને એવી આશંકા થાય છે, તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. ૧૧૭. હવે પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છે:
જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદષ્ટિને, ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com