________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
આસ્રવ અધિકાર
૨૬૩
चिदाभासाः। मिथ्यात्वाविरतिकषाययोगा: पुद्गलपरिणामाः, ज्ञानावरणादिपुद्गलकर्मास्रवणनिमित्तत्वात्, किलास्रवाः। तेषां तु तदास्रवणनिमित्तत्वनिमित्तं अज्ञानमया आत्मपरिणामा रागद्वेषमोहाः। तत आम्रवणनिमित्तत्वनिमित्तत्वात् रागद्वेषमोहा एवास्रवाः। ते चाज्ञानिन एव भवन्तीति अर्थादेवापद्यते।
अथ ज्ञानिनस्तदभावं दर्शयति
णत्थि दु आसवबंधो सम्मादिट्ठिस्स आसवणिरोहो। संते पुव्वणिबद्धे जाणदि सो ते अबंधंतो।। १६६ ।। नास्ति त्वाम्रवबन्धः सम्यग्दृष्टेरास्रवनिरोधः। सन्ति पूर्वनिबद्धानि जानाति स तान्यबध्नन्।। १६६ ।।
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ પુદ્ગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસ્રવણનાં (–આવવાના) નિમિત્ત હોવાથી, ખરેખર આસવો છે; અને તેમને (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોટું છે-કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. માટે (મિથ્યાત્વાદિ પુદગલપરિણામોને) આસ્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહુ જ આસ્રવો છે. અને તે તો (-રાગદ્વેષમોહ તો) અજ્ઞાનીનેજ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે. (ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી તોપણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળે છે.)
ભાવાર્થ-જ્ઞાનાવરણાદિ કર્મો ના આસ્રવણનું (–આગમનનું) કારણ તો મિથ્યાત્વાદિકર્મના ઉદયરૂપ પુગલના પરિણામ છે, માટે તે ખરેખર આઝૂવો છે. વળી તેમને કર્મ-આસ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે માટે રાગદ્વેષમોહ જ આસ્રવો છે. તે રાગદ્વેષમોહને ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસ્રવો હોય
છે.
હવે જ્ઞાનીને આગ્નવોનો (ભાવાસ્ત્રવોનો) અભાવ છે એમ બતાવે છે:
સુદષ્ટિને આસવ નિમિત્ત ન બંધ, આસવરોધ છે;
નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬. ગાથાર્થઃ- [ સચદદે. તુ] સમ્યગ્દષ્ટિને [ સાચવવશ્વ:] આસ્રવ જેનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com