________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो। संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ।। १६० ।।
સ સર્વજ્ઞાન વર્મનસા નિનેનાવચ્છન્ન: संसारसमापन्नो न विजानाति सर्वतः सर्वम्।। १६० ।।
यतः स्वयमेव ज्ञानतया विश्वसामान्यविशेषज्ञानशीलमपि ज्ञानमनादिस्वपुरुषापराधप्रवर्तमानकर्ममलावच्छन्नत्वादेव बन्धावस्थायां सर्वतः सर्वमप्यात्मानमविजानदज्ञानभावेनैवेदमेवमवतिष्ठते; ततो नियतं स्वयमेव कमैव बन्धः। अतः स्वयं बन्धत्वात् कर्म प्रतिषिद्धम्।
તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મચજ-આચ્છાદને, સંસા૨પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦.
ગાથાર્થઃ- [ :] તે આત્મા [ સર્વજ્ઞાન ] (સ્વભાવથી) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ [ નિનેન ફર્મના ] પોતાના કર્મમળથી [ ગવર્ઝન:] ખરડાયો-વ્યાસ થયો-થકો [ સંસારસમાપન્ન:] સંસારને વ્યાસ થયેલો તે [સર્વતઃ] સર્વ પ્રકારે [ સર્વન] સર્વને [ન વિનાનાતિ] જાણતો નથી.
ટીકાઃ-જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (-સર્વ પદાર્થોને) સામાન્યવિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું-વ્યાત થયુંહોવાથી જ, બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ યોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થયું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (અજ્ઞાનદશામાં) વર્તે છે; તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.
ભાવાર્થ:-અહીં પણ “જ્ઞાન” શબ્દથી આત્મા સમજવો. જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે, અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી; એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડે લિપ્ત હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે, માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com