________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ્ય-પાપ અધિકાર
૨૫૩
ज्ञानस्य सम्यक्त्वं मोक्षहेतुः स्वभावः परभावेन मिथ्यात्वनाम्ना कर्ममलेनावच्छन्नत्वात्तिरोधीयते, परभावभूतमलावच्छन्नश्वेतवस्त्रस्वभावभूतश्वेतस्वभाववत्। ज्ञानस्य ज्ञानं मोक्षहेतु: स्वभावः परभावेनाज्ञाननाम्ना कर्ममलेनावच्छन्नत्वात्तिरोधीयते, परभावभूतमलावच्छन्नश्वेतवस्त्रस्वभावभूतश्वेतस्वभाववत्। ज्ञानस्य चारित्रं मोक्षहेतुः स्वभावः परभावेन कषायनाम्ना कर्ममलेनावच्छन्नत्वात्तिरोधीयते, परभावभूतमलावच्छन्नश्वेतवस्त्रस्वभावभूतश्वेतस्वभाववत्। अतो मोक्षहेतुतिरोधानकरणात् कर्म प्रतिषिद्धम्।
अथ कर्मणः स्वयं बन्धत्वं साधयति
ભવતિ] જ્ઞાન તિરોભૂત થાય છે [ જ્ઞાતવ્યમ] એમ જાણવું. [૨થા] જેમ [વસ્ત્ર ] વનો [શ્વેતમાવ:] ચૈતભાવ [ મનમેનની સંp:] મેલના મળવાથી ખરડાયો થકો [નિશ્યતિ] નાશ પામે છે-તિરોભૂત થાય છે, [તથા] તેવી રીતે [ bષાયમનવિચ્છન્ન] કપાયરૂપી મેલથી ખરડાયું-વ્યાત થયું-થકું [વારિત્રમ્ fu] ચારિત્ર પણ તિરોભૂત થાય છે [ જ્ઞાતવ્યમ] એમ જાણવું.
ટીકાઃ-જ્ઞાનનું સમ્યક્ત કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરંભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડ વ્યાસ થવાથી તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાસ થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાસ થવાથી તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. માટે મોક્ષના કારણનું (સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું-) તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.
ભાવાર્થ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું સમ્યકત્વરૂપ પરિણમન મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે; જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે, અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાયકર્મથી તિરોભૂત થાય છે. આ રીતે મોક્ષના કારણભાવોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
હવે, કર્મ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com