SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ __इह खलु केचिन्निखिलकर्मपक्षक्षयसम्भावितात्मलाभं मोक्षमभिलष-न्तोऽपि, तद्धेतुभूतं सम्यग्दर्शनज्ञानचारित्रस्वभावपरमार्थभूतज्ञानभवनमात्र-मैकण्यलक्षणं समयसारभूतं सामायिकं प्रतिज्ञायापि, दुरन्तकर्मचक्रोत्तरण-क्लीबतया परमार्थभूतज्ञानभवनमात्रं सामायिकमात्मस्वभावमलभम प्रतिनिवृत्तस्थूलतमसंक्लेशपरिणामकर्मतया प्रवृत्तमानस्थूलतमविशुद्धपरिणामकर्माणः, कर्मानु भवगुरुलाधवप्रतिपत्तिमात्रसन्तुष्टचेतसः, स्थूललक्ष्यतया सकलं कर्मकाण्डमनुन्मूलयन्तः, स्वयमज्ञानादशुभकर्म केवलं बन्धहेतुमध्यास्य च, व्रतनियमशीलतपः प्रभृतिशुभकर्म बन्धहेतुमप्यजानन्तो, मोक्षहेतुमभ्युपगच्छन्ति। [મોક્ષદેતુન] મોક્ષના હેતુને [નાનન્ત:] નહિ જાણતા થકા- [ સંસારામનરંતુન ]િ જોકે પુણ્ય સંસારગમનનો હેતુ છે તોપણ- [ ગજ્ઞાનેન ] અજ્ઞાનથી [પુખ્યમ્ ] પુણ્યને (મોક્ષનો હેતુ જાણીને) [ રૂછત્તિ] ઇચ્છે છે. ટીકા:-સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ (-નિજ સ્વરૂપની પ્રાપ્તિ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં, મોક્ષના કારણભૂત સામાયિકની-કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના * ભવનમાત્ર છે, એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસારસ્વરૂપ છે તેની પ્રતિજ્ઞા લઇને પણ, દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દોઇને લીધે (અસમર્થતાને લીધે) પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા થકા, જેમને અત્યંત સ્કૂલ સંકલેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે અને અત્યંત સ્થૂલ વિશુદ્ધપરિણામરૂપ કર્મો પ્રવર્ત છે એવા તેઓ, કર્મના અનુભવના ગુરુપણા-લધુપણાની પ્રાપ્તિમાત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, (પોતે) સ્થૂલ લક્ષ્યવાળા હોઇને (સંકલેશપરિણામોને છોડતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આ રીતે તેઓ, પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો પણ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે-મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે. ભાવાર્થ-કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્કૂલ લક્ષ્યવાળા તે જીવો સ્થૂલ સંકલેશપરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં) રાચે છે, (સંકલશપરિણામો તેમ જ વિશુદ્ધ * ભવન= થવું તે; પરિણમન. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy