________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬
સમયસાર
[ ભગવાન શ્રી કુંદકુંદ
अज्ञानमयाद्भावादज्ञानश्चैव जायते भावः। यस्मात्तस्माद्भावा अज्ञानमया अज्ञानिनः।। १२९ ।।
यतो ह्यज्ञानमयाद्भावाद्यः कश्चनापि भावो भवति स सर्वोऽप्यज्ञानमयत्वमनतिवर्तमानोऽज्ञानमय एव स्यात्, तत: सर्वे एवाज्ञानमया अज्ञानिनो भावाः। यतश्च ज्ञानमयाद्भावाद्यः कश्चनापि भावो भवति स सर्वोऽपि ज्ञानमयत्वमनतिवर्तमानो ज्ञानमय एव स्यात्, ततः सर्वे एव ज्ञानमया ज्ञानिनो भावाः।
(અનુપુમ) ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि। सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते।।६७ ।।
ભાવમાંથી [ અજ્ઞાન: va] અજ્ઞાનમય જ [ ભાવ:] ભાવ [નાયતે] ઉત્પન્ન થાય છે [તરમા ] તેથી [અજ્ઞાનિન:] અજ્ઞાનીના [ ભાવ:] ભાવો [ જ્ઞાનમયી.] અજ્ઞાનમય જ હોય છે.
ટીકા -ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે, તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે.
ભાવાર્થ-જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે; તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે અને જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ જ્ઞાનિનઃ] જ્ઞાનીના [ સર્વે ભાવા: ] સર્વ ભાવો [ જ્ઞાનનિવૃત્તા: દિ] જ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) [ ભવન્તિ] હોય છે [ 1 ] અને [ Hજ્ઞાનિ:] અજ્ઞાનીના [સર્વે કપિ તે] સર્વ ભાવો [અજ્ઞાનનિવૃત્તા: ] અજ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) [ ભવન્તિ] હોય છે. ૬૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com