________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તા-કર્મ અધિકાર
૧૮૩
ये खलु पुद्गलद्रव्याणां परिणामा गोरसव्याप्तदधिदुग्धमधुराम्लपरिणामवत्पुद्गलद्रव्यव्याप्तत्वेन भवन्तो ज्ञानावरणानि भवन्ति तानि तटस्थगोरसाध्यक्ष इव न नाम करोति ज्ञानी, किन्तु यथा स गोरसाध्यक्षस्तदर्शनमात्मव्याप्तत्वेन प्रभवव्याप्य पश्यत्येव तथा पुद्गलद्रव्यपरिणामनिमित्तं ज्ञानमात्मव्याप्यत्वेन प्रभवव्याप्य जानात्येव। एवं ज्ञानी ज्ञानस्यैव कर्ता स्यात्।
एवमेव च ज्ञानावरणपदपरिवर्तनेन कर्मसूत्रस्य विभागेनोपन्यासादर्शनावरणवेदनीयमोहनीयायुर्नामगोत्रान्तरायसूत्रैः सप्तभिः सह मोहरागद्वेषक्रोधमानमायालोभ नोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्घाणरसनस्पर्श-नसूत्राणि षोडश व्याख्येयानि। अनया दिशान्यान्यप्यूह्यानि।
अज्ञानी चापि परभावस्य न कर्ता स्यात्जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता। तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा।। १०२ ।।
ટીકાઃ-જેવી રીતે દહીં-દૂધ કે જેઓ ગોરસ વડે વ્યાસ થઈને (–વ્યપાઈને) ઊપજતા ગોરસના ખાટા-મીઠા પરિણામ છે, તેમને ગોરસનો તટસ્થ જનાર પુરુષ કરતો નથી, તેવી રીતે જ્ઞાનાવરણ ઇત્યાદિ કે જેઓ ખરેખર પુગલદ્રવ્ય વડે વ્યાત થઈને ઊપજતા પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે, તેમને જ્ઞાની કરતો નથી, પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર, પોતાથી (જોનારથી) વ્યાસ થઈને ઊપજતું જે ગોરસ-પરિણામનું દર્શન (જોવાપણું) તેમાં વ્યાપીને, માત્ર જુએ જ છે, તેવી રીતે જ્ઞાની, પોતાથી (જ્ઞાનીથી) વ્યાસ થઈને ઊપજતું, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તેમાં વ્યાપીને, માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે.
વળી એવી જ રીતે “જ્ઞાનાવરણ” પદ પલટીને કર્મ-સૂત્રનું (કર્મની ગાથાનું) વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયનાં સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધાણ, રસન અને સ્પર્શનના સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
વળી અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી એમ હવે કહે છેઃ
જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કર્તા ખરે, તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેદક બને. ૧૦૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com