________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
त्मविकल्पव्यापारयोः कदाचिदज्ञानेन करणादात्मापि कर्ताऽस्तु तथापि न परद्रव्यात्मककर्मकर्ता स्यात्।
ज्ञानी ज्ञानस्यैव कर्ता स्यात्
जे पोग्गलदव्वाणं परिणामा होंति णाण आवरणा। ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि णाणी।। १०१ ।।
ये पुद्गलद्रव्याणां परिणामा भवन्ति ज्ञानावरणानि। न करोति तान्यात्मा यो जानाति स भवति ज्ञानी।। १०१ ।।
પણ કર્તા (કદાચિત્ ) ભલે હો તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી.
ભાવાર્થ યોગ એટલે તમન-વચન-કાયના નિમિત્તવાળું) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું-જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર-અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય.
અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું -દ્રવ્યદૃષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી, પરંતુ પર્યાયદષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્યદ્રવ્ય કર્તા નથી.
હવે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે એમ કહે છે:
જ્ઞાનાવરણઆદિક જે પુદ્ગલ તણા પરિણામ છે, કરતો ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧.
ગાથાર્થઃ- [૨] જે [ જ્ઞાનાવરણ નિ] જ્ઞાનાવરણાદિક [ પુનદ્રવ્યા ] પુદ્ગલદ્રવ્યોના [ પરિણામ:] પરિણામ [ ભવન્તિ] છે [ તાનિ] તેમને [ : ગાત્મા ] જે આત્મા [ ન કરોતિ] કરતો નથી પરંતુ [ નાનાતિ] જાણે છે [સ:] તે [ જ્ઞાની] જ્ઞાની [ મવતિ] છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com