________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકાર
૧૫૧
यतो जीवपरिणामं निमित्तीकृत्य पुद्गलाः कर्मत्वेन परिणमन्ति, पुद्गलकर्म निमित्तीकृत्य जीवोऽपि परिणमतीति जीवपुद्गलपरिणाम-योरितरेतरहेतुत्वोपन्यासेऽपि जीवपुद्गलयोः परस्परं व्याप्यव्यापक-भावाभावाज्जीवस्य पुद्गलपरिणामानां पुद्गलकर्मणोऽपि जीवपरिणामानां
कर्तृकर्मत्वासिद्धौ निमित्तनैमित्तिकभावमात्रस्याप्रतिषिद्धत्वादितरेतर- निमित्तमात्रीभवनेनैव द्वयोरपि परिणामः; ततः कारणान्मृत्तिकया कलशस्येव स्वेन भावेन स्वस्य भावस्य करणाज्जीव: स्वभावस्य कर्ता कदाचित्स्यात्, मृत्तिकया वसनस्येव स्वेन भावेन परभावस्य कर्तुमशक्यत्वात्पुद्गलभावनां तु कर्ता न कदाचिदपि स्यादिति निश्चयः।
નિમિત્તથી [વર્મવં] કર્મપણે [પરિણમત્તિ] પરિણમે છે, [ તથા ઈવ] તેમ જ [ નીવ:
9] જીવ પણ [પુનર્મનિમિત્ત] પુદ્ગલકર્મના નિમિત્તિથી [પરિણમતિ] પરિણમે છે. [નીવડ] જીવ [વર્માણાન] કર્મના ગુણોને દૂર કરે છરોતિ ] કરતો નથી [ તથા વ ] તેમ જ [ {] કર્મ [ નીવITIન] જીવના ગુણોને કરતું નથી; [ 1 ] પરંતુ [ અન્યોન્યનિમિત્તેન] પરસ્પર નિમિત્તથી [ કયો. ]િ બન્નેના [પરિણામ ] પરિણામ [નાનાદિ] જાણો. [વારણેન તુ] આ કારણે [માત્મા] આત્મા [સ્વન] પોતાના જ [ ભાવેન] ભાવથી [ર્તા ] કર્તા (કહેવામાં આવે) છે [1] પરંતુ [પુત્રિમૈતાનાં ] પુદ્ગલકર્મથી કરવામાં આવેલા [ સર્વમાવાનામ્ સર્વ ભાવોનો [ ર્તા ન] કર્તા નથી.
ટીકાઃ- જીવપરિણામને નિમિત્ત કરીને પુગલો કર્મપણે પરિણમે છે અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે.”—એમ જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને પરસ્પર વ્યાયવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદ્ગલપરિણામો સાથે અને પુદ્ગલકર્મને જીવપરિણામો સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને, માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ (થાય) છે; તે કારણે ( અર્થાત્ તેથી), જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે, પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડ પરભાવનું કરાયું અશક્ય હોવાથી (જીવ) પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે.
ભાવાર્થ-જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે તોપણ પરસ્પર કર્તાકર્મભાવ નથી. પરના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત કહી પણ શકાય, પરંતુ જીવ પરભાવનો કર્તા તો કદી પણ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com