________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
पुद्गलकर्म जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत्
ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणंतो वि हु पोग्गलकम्मं अणेयविहं।। ७६ ।।
नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये। ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मानेकविधम्।। ७६ ।।
यतो यं प्राप्यं विकार्य निर्वर्यं च व्याप्यलक्षणं पुद्गलपरिणामं कर्म पुद्गलद्रव्येण स्वयमन्तापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तं गृह्णता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी स्वयमन्तर्व्यापको भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न
હવે પૂછે છે કે પુદ્ગલકર્મને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું ) છે કે નથી ? તેનો ઉત્તર કહે છે –
વિધવિધ પુદ્ગલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬.
ગાથાર્થ:- [ જ્ઞાની] જ્ઞાની [ અનેકવિધ૧] અનેક પ્રકારના [ પુદ્રન] પુદ્ગલકર્મને [નાનન ]િ જાણતો હોવા છતાં [વ7] નિશ્ચયથી [પદ્રવ્યપર્યાય] પદ્રવ્યના પર્યાયમાં [૨ ગરિ પરિણમતિ] પરિણમતો નથી, [Jાતિ] તેને ગ્રહણ કરતો નથી અને [ઉત્પત ] તે-રૂપે ઊપજતો નથી.
ટીકાઃ-પ્રાય, વિકાર્ય અને નિર્વત્યે એવું, વ્યાપ્યલક્ષણવાળું (વ્યાપ્ય જેનું લક્ષણ છે એવું) પુદ્ગલના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તેરૂપે ઊપજતું થયું, તે પુદ્ગલપરિણામને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતા પુદ્ગલપરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત (બહાર રહેલા) એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તેરૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com