________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ-અજીવ અધિકાર
૧૨૭
(મુન્દ્રાન્તિા ) इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्य प्रसभविकसव्यक्तचिन्मात्रशक्त्या ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे।। ४५ ।।
પુદ્ગલ જ નાચે છે, [અન્ય:] અન્ય કોઈ નહિ; (અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ; [૨] અને [ ગયું નીવ:] આ જીવ તો [રા દ્રિ-પુત્ર–વિવાર–વિરુ–શુદ્ધ-ચૈતન્યધાતુમય-મૂર્તિ:] રાગાદિક પુદ્ગલવિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.
ભાવાર્થ-રાગાદિ ચિવિકારને (-ચૈતન્યવિકારોને) દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે, કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્યના કહેવાય. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી-મોક્ષ- અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. ૪૪.
હવે, ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતાદ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશમાં મહિમા કરી અધિકાર પૂર્ણ કરે છે:
શ્લોકાઃ - [ રૂલ્ય] આ પ્રમાણે [ જ્ઞાન– –7–પાદન] જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને [નાયિત્વા] નચાવીને [પાવ ] જ્યાં [ નીવાનીવી] જીવ અને અજીવ બને [પુરુ-વિધટન ત વ યાત:] પ્રગટપણે જુદા ન થયા, [તાવ7] ત્યાં તો [જ્ઞાતૃદ્રવ્ય] જ્ઞાતાદ્રવ્ય, [પ્રમ–વિસ–વ્યન્મિત્રિશસ્ય] અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્માત્રશક્તિ વડે [વિજો વ્યાખ્ય] વિશ્વને વ્યાપીને, [સ્વયમ] પોતાની મેળે જ [તિરસ] અતિ વેગથી [૩થૈ] ઉગ્રપણે અર્થાત્ અત્યંતપણે [વાશે] પ્રકાશી નીકળ્યું.
ભાવાર્થ-આ કળશનો આશય બે રીતે છે:
ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યાં જીવ અને અજીવ બન્ને સ્પષ્ટ | ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો-સમ્યગ્દર્શન થયું. (સમ્યગ્દષ્ટિ આત્મા શ્રુતજ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે અને નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે, માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું. ) એક આશય તો એ પ્રમાણે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com