________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
व्याप्तस्यात्मनोऽतिरिक्तत्वेन विवेचकैः स्वयमुपलभ्यमानत्वाच्च प्रसाध्यम्।
एवं रागद्वेषमोहप्रत्ययकर्मनोकर्मवर्गवर्गणास्पर्धकाध्यात्मस्थानानुभागस्थानयोगस्थानबन्धस्थानोदयस्थानमार्गणास्थानस्थितिबन्धस्थानसंक्लेशस्थानविशुद्धिस्थानसंयमलब्धिस्थानान्यपि पुद्गलकर्मपूर्वकत्वे सति, नित्यमचेतनत्वात्, पुद्गल एव, न तु जीव इति स्वयमायातम्। ततो रागादयो भावा न जीव इति सिद्धम्। तर्हि को जीव इति चेत्
(અનુષ્ટ્રમ) अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फुटम्। નીવ: સ્વયં તુ ચૈતન્યમુદૈવાયતા ૪૬
પણું સિદ્ધ થાય છે.
એવી રીતે રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાને–તેઓ પણ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, પુદ્ગલ જ છે-જીવ નથી એમ આપોઆપ આવ્યું (-ફલિત થયું, સિદ્ધ થયું ).
માટે રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું.
ભાવાર્થ-શુદ્ધદ્રવ્યાર્થિક નયની દષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. પરનિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, જોકે ચૈતન્ય જેવા દેખાય છે તોપણ, ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશૂન્ય છે-જડ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે તેથી પણ તેઓ અચેતન છે, ચેનત નથી.
પ્રશ્ન:-જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? પુદ્ગલ છે? કે અન્ય કાંઈ છે? ઉત્તર-પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથી તેઓ નિશ્ચયથી પુદ્ગલ જ છે કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે.
આ રીતે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પુદ્ગલ છે.
હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? તેના ઉત્તરરૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્ધઃ- [અના]િ જે અનાદિ છે અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, [બનત્તમ ] જે અનંત છે અર્થાત્ કોઈ કાળે જેનો વિનાશ નથી, [1] જે અચળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com