________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧રર
સમયસાર
|| [ ભગવાનશ્રીકુંદકુંદ
यत्किल बादरसूक्ष्मैकेन्द्रियद्वित्रिचतुःपञ्चेन्द्रियपर्याप्तापर्याप्ता इति शरीरस्य संज्ञाः सूत्रे जीवसंज्ञात्वेनोक्ताः अप्रयोजनार्थः परप्रसिद्ध्या घृतघटवव्यवहारः। यथा हि कस्यचिदाजन्मप्रसिद्धैकघृतकुम्भस्य तदितरकुम्भानभिज्ञस्य प्रबोधनाय योऽयं घृतकुम्भ: स मृण्मयो, न घृतमय इति तत्प्रसिद्ध्या कुम्भे घृतकृम्भव्यवहारः, तथास्याज्ञानिनो लोकस्यासंसारप्रसिद्धाशुद्धजीवस्य शुद्धजीवानभिज्ञस्य प्रबोधनाय योऽयं वर्णादिमान् जीवः स ज्ञानमयो, न वर्णादिमय इति तत्प्रसिद्ध्या जीवे वर्णादिमव्यवहारः।
(અનુણુમ ) घृतकुम्भाभिधानेऽपि कुम्भो घृतमयो न चेत्। जीवो वर्णादिमज्जीवजल्पनेऽपि न तन्मयः।। ४० ।।
સૂક્ષ્મ અને બાદર આદિ [ રે ર વ] જેટલી [ રેરચ] દેહને [ નીવસંજ્ઞા:] જીવસંજ્ઞા કહી છે તે બધી [ સૂત્રે] સૂત્રમાં [ વ્યવદરત: ] વ્યવહારથી [૩: ] કહી છે.
ટીકા -બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય પર્યાય, અપર્યા–એ દેહની સંજ્ઞાઓને (નામોને) સૂત્રમાં જીવસંજ્ઞાપણે કહી છે, તે પરની પ્રસિદ્ધને લીધે, “ઘીના ઘડા ની જેમ વ્યવહાર છે-કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે (અર્થાત તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી). તે વાતને સ્પષ્ટ કહે છે:
જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર “ઘીનો ઘડો જ પ્રસિદ્ધ (જાણીતો) હોય, તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય, તેને સમજાવવા “જે આ “ઘીનો ઘડો” છે તે માટીમય છે, ઘીમય નથી” એમ (સમજાવનાર વડે) ઘડામાં “ઘીના ઘડા” નો વ્યવહાર કરવામાં આવે છે, કારણ કે પેલા પુરુષને “ઘીનો ઘડો” જ પ્રસિદ્ધ (જાણીતો) છે, તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવને તે જાણતો નથી, તેને સમજાવવા (-શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા) “જે આ “વર્ણાદિમાન (વર્ણાદિવાળો) જીવ' છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી” એમ ( સૂત્ર વિષે) જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે તે અજ્ઞાની લોકને “વર્ણાદિમાન જીવ” જ પ્રસિદ્ધ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્ધઃ- [ વેત] જો [કૃતમ્માભિધાને ]િ “ઘીનો ઘડો” એમ કહેતાં પણ [ pક્સ: ધૃતમય: ૧] ઘડો છે તે ઘીમય નથી (–માટીમય જ છે), [વવિ–નીવ– 17ને ગરિ] તો તેવી રીતે વર્ણાદિવાળો જીવ’ એમ કહેતાં પણ [ નીવડ ન તન્મય.] જીવ છે તે વર્ણાદિમય નથી (-જ્ઞાનઘન જ છે).
ભાવાર્થ-ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી “ઘીનો ઘડો' કહેવામાં આવે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com