SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ यद्येवं तर्हि किंलक्षणोऽसावेकष्टङ्कोत्कीर्णः परमार्थजीव इति पृष्टः प्राह अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसदं। जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं।। ४९ ।। अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम्। जानीहि अलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम्।। ४९ ।। यः खलु पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानरसगुणत्वात्, पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमरसगुणत्वात्, परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावादद्रव्येन्द्रियावष्टम्भेनारसनात्, स्वभावत: क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेनारसनात्, सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात्केवलरसवेदनापरिणामापन्नत्वेनारसनात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ નથી તો તે એક. ટંકોત્કીર્ણ, પરમાર્થસ્વરૂપ જીવ કેવો છે? તેનું લક્ષણ શું છે? એ પ્રશ્નનો ઉત્તર કહે છે: જીવ ચેતનાગુણ, શબ્દ-રસ-રૂપ-ગંધ-વ્યક્તિવિહીન છે, નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯. ગાથાર્થ:-હે ભવ્ય! તું [ નીવર્] જીવને [વરસન્] રસરહિત, [ ગરુપમ્ રૂપરહિત, [ક શ્વમ] ગંધરહિત, [વ્ય$] અવ્યક્ત અર્થાત્ ઇંદ્રિયોને ગોચર નથી એવો, [વેતના કુળમ] ચેતના જેનો ગુણ છે એવો, [અશબ્દ ] શબ્દરહિત, [ ગતિ પ્રદi] કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો અને [ નિર્વિસંરથાનન્] જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો [નાનીfe] જાણ. ટીકાઃ-જે જીવ છે તે ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી માટે અરસ છે. ૧. પુદગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૩. પોતાના સ્વભાવની દષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડ પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. ૫. (તેને સમસ્ત શયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞયજ્ઞાયકના તાદાભ્યનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy