________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ-અજીવ અધિકાર
खटाशायिन: पुरुषस्येवाष्टकाष्ठसंयोगादतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वादिति।
इह खलु पुद्गलभिन्नात्मोपलब्धिं प्रति विप्रतिपन्नः साम्नैवैवमनुशास्यः।
(માલિની) विरम किमपरेणाकार्यकोलाहलेन स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम्। हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो । ननु किमनुपलब्धिर्भाति किंचोपलब्धिः।। ३४ ।।
તે પણ જીવ નથી કારણ કે, આઠ કાષ્ટના સંયોગથી (ખાટલાથી) જાદો જે ખાટલામાં સૂનારો પુરુષ તેની જેમ, કર્મસંયોગથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૮. (આ જ રીતે અન્ય કોઈ બીજા પ્રકારે કહે ત્યાં પણ આ જ યુક્તિ જાણવી.)
[ભાવાર્થ-ચૈતન્યસ્વભાવરૂપ જીવ, સર્વ પરભાવોથી જુદો, ભેદજ્ઞાનીઓને અનુભવગોચર છે; તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી.]
અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનાર (-પુદ્ગલને જ આત્મા જાણનાર) પુરુષને (તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કહી ) મીઠાશથી (અને સમભાવથી) જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ કાવ્યમાં કહે છે
શ્લોકાર્થ:- ભવ્ય! તને [ કારેળ] બીજો [કાર્ય–વોનીહસ્તેન ] નકામો કોલાહલ કરવાથી [ ]િ શો લાભ છે? [વિરમ્] એ કોલાહલથી તું વિરક્ત થા અને [ ...] એક ચૈતન્યમાત્ર વસ્તુને [સ્વયમ્ uિ] પોતે [ નિમૃત: સન] નિશ્ચળ લીન થઈ [ પશ્ય 90માસમ્] દેખ; એવો છ મહિના અભ્યાસ કરે અને જો (–તપાસ) કે એમ કરવાથી [દ્રય–તરસ] પોતાના હૃદયસરોવરમાં [પુનાત્ મિનધાન:] જેનું તેજપ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા [પુસ: ] આત્માની [નનું ઝિમ્ અનુપધ્ધિ: ભાતિ] પ્રાપ્તિ નથી થતી [વિ ૨ ઉપસધ્ધિ:] કે થાય છે.
ભાવાર્થ-જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય; જો પરવતુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થયું તો અંતર્મુહૂર્તમાત્રમાં જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com