________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ-અજીવ અધિકાર
૮૦
अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई। जीवं अज्झवसाणं कम्मं च तहा परूवेंति।।३९ ।। अवरे अज्झवसाणेसु तिव्वमंदाणुभागगं जीवं। मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवो त्ति।। ४० ।। कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागमिच्छंति। तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो।। ४१ ।। जीवो कम्मं उहयं दोण्णि वि खलु केइ जीवमिच्छंति। अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छंति।।४२ ।।
ઇચ્છાઓથી રહિત નિરાકુળ છે. (અહીં ધીર, ઉદાત્ત, અનાકુળ-એ ત્રણ વિશેષણો શાંતરૂપ નૃત્યનાં આભૂષણ જાણવાં.) એવું જ્ઞાન વિલાસ કરે છે.
ભાવાર્થ: આ જ્ઞાનનો મહિમા કહ્યો. જીવ-અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે તેવી રીતે અહીં પણ જાણવું. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિ પુરુષોને હોય છે; મિથ્યાષ્ટિ આ ભેદ જાણતા નથી. ૩૩.
હવે જીવ-અજીવનું એકરૂપ વર્ણન કરે છે:
કો મૂઢ, આત્મતણા અજાણ, પરાત્મવાદી જીવ જે, છે કર્મ, અધ્યવસાન તે જીવ” એમ એ નિરૂપણ કરે ! ૩૯.
વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ-મંદ જે, એને જ માને આતમા, વળી અન્ય કો નોકર્મને! ૪૦.
કો અન્ય માને આતમા કર્મોતણા વળી ઉદયને, કો તીવ્રમંદ-ગુણોસહિત કર્મોતણા અનુભાગને ! ૪૧.
કો કર્મ ને જીવ ઉભયમિલને જીવની આશા ધરે, કર્મોતણા સંયોગથી અભિલાષ કો જીવની કરે! ૪૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com