________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદमानष्टकोत्कीर्णैकज्ञायकस्वभावभावस्य परमार्थतः परभावेन भावयितुमशक्यत्वात्कतमोऽपि न नाम मम मोहोऽस्ति। किञ्चेतत्स्वयमेव च विश्वप्रकाशचंचुरविकस्वरानवरतप्रतापसम्पदा चिच्छक्तिमात्रेण स्वभावभावेन भगवानात्मैवावबुध्यते यत्किलाहं खल्वेकः ततः समस्तद्रव्याणां परस्परसाधारणावगाहस्य निवारयितुमशक्यत्वात् मज्जितावस्थायामपि दधिखण्डावस्थायामिव परिस्फुटस्वदमानस्वादभेदतया मोहं प्रति निममत्वोऽस्मि, सर्वदैवात्मैकत्वगतत्वेन समयस्यैवमेव स्थितत्वात्। इतीत्थं भावकभावविवेको भूतः।
થઈને ભાવકરૂપ થતું જે પુદ્ગલદ્રવ્ય તેના વડે રચાયેલો જે મોહ તે મારો કાંઇ પણ લાગતાવળગતો નથી, કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવભાવનું પરમાર્થ પરના ભાવ વડે * ભાવવું અશક્ય છે. વળી અહીં સ્વયમેવ, વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવામાં ચતુર અને વિકાસરૂપ એવી જેની નિરંતર શાશ્વતી પ્રતાપસંપદા છે એવા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવ વડ, ભગવાન આત્મા જ જાણે છે કે-પરમાર્થે હું એક છું તેથી, જોકે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહનું (-એકક્ષેત્રાવગાહનું) નિવારણ કરવું અશક્ય હોવાથી મારો આત્મા ને જડ, શિખંડની જેમ, એકમેક થઈ રહ્યાં છે તોપણ, શિખંડની માફક, સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે, હું મોહ પ્રતિ નિર્મમ જ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે. (દહીં ને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે તેમાં દહીં ને ખાંડ એક જેવાં માલૂમ પડે છે તોપણ પ્રગટરૂપ ખાટા-મીઠા સ્વાદના ભેદથી જુદાં જુદાં જણાય છે; તેવી રીતે દ્રવ્યોના લક્ષણભેદથી જડ-ચેતનના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે કે મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિક છે તે ચૈતન્યના નિજસ્વભાવના સ્વાદથી જુદો જ છે.) આ રીતે ભાવકભાવ જે મોહનો ઉદય તેનાથી ભેદજ્ઞાન થયું.
ભાવાર્થ:-આ મોહકર્મ છે તે જડ પુદ્ગલદ્રવ્ય છે; તેનો ઉદય કલુષ (મલિન) ભાવરૂપ છે; તે ભાવ પણ, મોહકર્મનો ભાવ હોવાથી, પુદ્ગલનો જ વિકાર છે. આ ભાવકનો ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય કે
ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શનોપયોગમાત્ર છે અને આ કલુષતા રાગદ્વપમોહરૂપ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલ દ્રવ્યની છે, ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદજ્ઞાન થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે.
* ભાવવું = બનાવવું; ભાવ્યરૂપ કરવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com