________________
૭૨ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
टीका- आत्मनस्तत्वं स्वरूपं जानन्नपि। तथा विविक्तं शरीरादिभ्योभिन्नं भावयन्नपि उभयत्राऽपिशब्दः परस्परसमुच्चये। भूयोऽपि पुनरपि। भ्रान्तिं गच्छति। कस्मात् ? पूर्वविभ्रमसंस्कारात् पूर्वविभ्रमो बहिरात्मावस्थाभावी शरीरादौ स्वात्मविपर्यासस्तेन जनित: संस्कारो वासना तस्मात्।। ४५।।। લીધે (મૂય: પિ) ફરીથી તે (બ્રાન્તિ તિ) ભ્રાન્તિ પામે છે.
ટીકા : આત્માનું તત્ત્વ એટલે સ્વરૂપ જાણવા છતાં તથા તેને વિવિક્ત એટલે શરીરાદિથી ભિન્ન ભાવતો હોવા છતાં (બને ઠેકાણે પિ શબ્દ પરસ્પર સમુચ્ચયના અર્થમાં છે ) ફરીથી પણપુનઃઅપિ તે (અન્તરાત્મા) ભ્રાન્તિ પામે છે. શાથી (ભ્રાન્તિ પામે છે?) પૂર્વવિભ્રમના સંસ્કારથીઅર્થાત્ પૂર્વવિભ્રમ એટલે બહિરાત્માવસ્થામાં શરીરાદિને વિષે પોતાનો આત્મા માનવારૂપ વિપર્યાસ ( વિભ્રમ), તેનાથી થએલો સંસ્કાર-વાસના, તેને લીધે (તે ફરીથી ભ્રાન્તિ પામે છે.)
ભાવાર્થ : અન્તરાત્મા આત્મ-તત્ત્વને દેહથી ભિન્ન જાણે છે તથા તેની તેવી ભાવના પણ કરે છે, તેમ છતાં પૂર્વે એટલે બહિરાભાવસ્થામાં શરીરાદિને આત્મા માનવારૂપ ભ્રાન્તિથી ઉત્પન્ન થએલા સંસ્કારને લીધે, તેને સમ્યક શ્રદ્ધા રહેવા છતાં, ચારિત્રદોષરૂપ બ્રાન્તિ થાય છે. તે ચારિત્રદોષ કેમ ટાળવો તે હવે પછીના શ્લોકમાં બતાવશે.
આત્મજ્ઞાની પોતાના આત્માનું યથાર્થ સ્વરૂપ જાણે છે અને તેને શરીરાદિ પર દ્રવ્યોથી ભિન્ન પણ અનુભવે છે, છતાં પૂર્વના લાંબા વખતના સંસ્કારોનો સર્વથા અભાવ નહિ હોવાથી તેને કોઈ કોઈ વખતે બાહ્ય પદાર્થોમાં અસ્થિરતાના કારણે ભ્રમ થઈ જાય છે.
વિશેષ ધર્મીને અસ્થિરતાને લીધે રાગ-દ્વેષ થઈ જાય, પણ શ્રદ્ધા-જ્ઞાનમાં તેને તેનું સ્વામીપણું નથી એકત્વબુદ્ધિ નથી. શ્રદ્ધા જ્ઞાનના બળથી અને ભેદ-જ્ઞાનની ભાવનાથી પૂર્વના સંસ્કારોને નષ્ટ કરવા તે સદા પ્રયત્નશીલ હોય છે. જે તે રાગ-દ્વેષને શ્રદ્ધા જ્ઞાનમાં ભલા માને તો તે ફરીથી બહિરાત્મા મિથ્યાદષ્ટિ થઈ જાય.
અવિરત સમ્યગ્દષ્ટિને અંદર જ્ઞાનચેતનાનું પરિણમન છે, છતાં અસ્થિરતાને લીધે રાગદ્વેષ થઈ જાય છે, તેથી તેને જ્ઞાનચેતના સાથે કદાચિત્ કર્મચેતના અને કર્મફલ-ચેતનાનો પણ સદ્દભાવ માનવામાં આવ્યો છે, પણ તે કર્મ-ચેતના અને કર્મફલ-ચેતનાનો જ્ઞાતા-દષ્ટા રહે છે. વાસ્તવમાં તે બંને ચેતનાઓ જ્ઞાનચેતના જ છે.'
અંતરાત્માને પૂર્વના સંસ્કારોને લીધે નીચેની ભૂમિકામાં જે ભ્રાન્તિ થાય છે તે મિથ્યાત્વજનિત નથી, પરંતુ અસ્થિરતાજનિત છે; તેથી તેને રાગ-દ્વેષ થવા છતાં તેના સમ્યકત્વમાં કાંઈ દોષ આવતો નથી. ૪૫. ૧. જુઓ-શ્રી પંચાધ્યાયી-ઉત્તરાદ્ધ ગુ. આવૃત્તિ-ગાથા ૨૦૫, ૨૭૬, ૪૧૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com