________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૭૧ इदमात्मतत्त्वं त्रिलिङ्गं मन्यते दृश्यमानादभेदाध्यवसायेन। यः पुनरवबुद्धोऽन्तरात्मा स इदमात्मतत्त्वमित्येवं मन्यते। न पुनस्त्रिलिङ्गत्तया। तस्याः शरीरधर्मतया आत्मस्वरूपत्वाभावात्। कथम्भूतमिदमात्मस्वरूपं। निष्पन्नमनादिसंसिद्धम् तथा शब्दवर्जितं विकल्पाभिधानाऽगोचरम्।। ४४।।
ननु यद्यन्तरात्मैवात्मानं प्रतिपद्यते तदा कथं पुमानहं गौरोऽहमित्यादिरूपा तस्य कदाचिदभेदभ्रांतिः स्यात् इति वदन्तं प्रत्याह
जानन्नप्यात्मनस्तत्त्वं विविक्तं भावयन्नपि ।
पूर्वविभ्रमसंस्काराद् भ्रान्तिं भूयोपि गच्छति ।।४५।। એટલે બહિરામાં દશ્યમાન (શરીરાદિક) સાથે અભેદરૂપ (એકરૂપ) ની માન્યતાને લીધે આ આત્મ-તત્ત્વને ત્રિલિંગરૂપ માને છે;
પણ જે જ્ઞાની અન્તરાત્મા છે, તે “આ આત્મ-તત્ત્વ છે, તે ત્રિલિંગરૂપે નથી” એવું માને છે, કારણ કે શરીરધર્મપણાના કારણે તેનો (ત્રિલિંગાણાનો) આત્મસ્વરૂપપણામાં અભાવ છે. આ આત્મસ્વરૂપ કેવું છે? તે નિષ્પન્ન અર્થાત અનાદિ સંસિદ્ધ છે તથા શબ્દવર્જિત એટલે નામાદિ વિકલ્પોથી અગોચર છે.
ભાવાર્થ : બહિરાત્માને શરીરાદિ સાથે એકતાબુદ્ધિ-અભેદબુદ્ધિ હોવાથી, સ્ત્રી-પુરુષનપુંસક એ ત્રિલિંગરૂપ શરીર જે દષ્ટિગોચર છે તેને આત્મા માને છે; પરંતુ અંતરાત્મા માને છે કે, “આત્મા તો અનાદિ સંસિદ્ધ તથા નામાદિ વિકલ્પોથી રહિત છે. સ્ત્રી-પુરુષાદિ ત્રિલિંગ એ શરીરના ધર્મ છે, અર્થાત્ પૌલિક છે. તે આત્મસ્વરૂપમાં નથી.'
અજ્ઞાની જીવને શરીરથી ભિન્ન આત્મ-તત્ત્વની પ્રતીતિ નથી; તે સ્ત્રી-પુરુષ-નપુંસકરૂપ ત્રિલિંગાત્મક દૃશ્યમાન શરીરને જ આત્મા માને છે.
સમ્યગ્દષ્ટિને વસ્તુસ્વરૂપનું જ્ઞાન છે અને શરીરથી ભિન્ન ચૈતન્યરૂપ આત્મ-તત્ત્વની પ્રતીત છે, તેથી તે પોતાના આત્માને તદ્રુપ જ અનુભવે છે, પણ તેને ત્રિલિંગરૂપ અનુભવતો નથી, તેને તો તે અનાદિ સિદ્ધ તથા નિર્વિકલ્પ સમજે છે.
એ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની શરીર સંબંધી માન્યતા એકબીજાથી વિપરીત છે. ૪૪.
જો અન્તરાત્મા જ આત્માને અનુભવે છે, તો પછી “હું પુરુષ, હું ગોરો' ઇત્યાદિ અભેદરૂપ ભ્રાન્તિ તેને કદાચિત્ કેમ થાય છે? એવું બોલનાર પ્રતિ કહે છે:
શ્લોક ૪૫ અન્વયાર્થ : અન્તરાત્મા (નાત્મનઃ તત્ત્વ) પોતાના આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ (નાનન પ) જાણતો હોવા છતાં, (વિવિ$ ભાવયન પિ) અને તેને શરીરાદિથી ભિન્ન ભાવવા છતાં (પૂર્વવિખ્રમસંરક્કIRાત્ ) પૂર્વે એટલે બહિરાભાવસ્થામાં ઉત્પન્ન થયેલા ભ્રાન્તિના સંસ્કારોને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com