________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
૬૪] तत्र रागद्वेषयोर्विषयं विपक्षं च दर्शयन्नाह
यत्र काये मुनेः प्रेम ततः प्रच्याव्य देहिनम् ।
बुद्धया तदुत्तमे काये योजयेत्प्रेम नश्यति ।। ४०।। टीका- यत्रात्मीये परकीये वा काये। शरीरे इन्द्रियविपयसङ्घाते। मुनेः प्रेम स्नेहः। ततः कायात्प्रच्याव्य व्यावर्त्य। देहिनं आत्मानम्। कया ? बुद्धया विवेकज्ञानेन। पश्चात्तदुत्तमे काये तस्माद् प्रागुक्तकायादुत्तमे चिदानन्दमये। काये आत्मस्वरूपे। योजयेत्। कया कृत्वा ? बुद्धया अन्तर्दृष्टया। ततः किं भवति ? प्रेम नश्यति कायस्नेहो न भवति।। ४०।।
માટે આચાર્ય સમ્યગ્દષ્ટિઓને ઉદ્દેશી કહે છે કે જ્યારે ચારિત્રની નબળાઈથી રાગ-દ્વેષાદિ વિકારી વૃત્તિઓનું ઉત્થાન થાય, ત્યારે આત્મસ્વરૂપની ભાવના કરવી. તેનાથી વૃત્તિઓ શાન્ત થઈ જશે. રાગ-દ્વેષાદિના શમન માટે શુદ્ધાત્માની ભાવના-એ જ એક રામબાણ ઉપાય છે. ૩૯
હવે રાગ-દ્વેષના વિષયને તથા વિપક્ષને દર્શાવતાં કહે છે:
શ્લોક ૪૦. અન્વયાર્થી : (પત્ર વાયે) જે શરીરમાં (મુ) મુનિને-અન્તરાત્માને (પ્રેમ) પ્રેમ હોય (તત:) તેનાથી એટલે શરીરાદિથી (વૃદ્ધયા) ભેદ-વિજ્ઞાનધારા (દિન) આત્માને (પ્રીવ્ય) વ્યાવૃત્ત કરીને-પાછો હઠાવીને (તડુત્તમે છાયે) તેનાથી ઉત્તમ ચિદાનંદ કાયમાં–આત્મસ્વરૂપમાં (યો નયે) લગાવવો. એમ કરવાથી (પ્રેમ નશ્યતિ) બાહ્ય શરીર અને ઇન્દ્રિય-વિષયો તરફનો પ્રેમ (રાગનો વિકલ્પ ) નાશ પામે છે.
ટીકા : જ્યાં પોતાની વા પારકી કાયમાં એટલે શરીરમાં-અર્થાત્ ઇન્દ્રિય-વિષયના સમૂહમાં મુનિનો પ્રેમ-સ્નેહ હોય, ત્યાંથી એટલે શરીરથી દેહીને એટલે આત્માને વ્યાવૃત્ત કરીનેપાછો વાળીને,-શા વડે ? બુદ્ધિ વડે-વિવેકજ્ઞાન વડ, પછી ઉત્તમ કાયમાં-અર્થાત્ અગાઉ કહેલી કાય કરતાં ઉતમ કાયમાં-ચિદાનન્દમય કાયમાં એટલે આત્મ-સ્વરૂપમાં તેને (પ્રેમને) જોડવો. શા વડે કરીને? બુદ્ધિ વડે-અન્તદષ્ટિવડે. પછી શું થાય છે? પ્રેમ નાશ પામે છે એટલે શરીર પ્રત્યેનો પ્રેમ રહેતો નથી.
ભાવાર્થ : અન્તરાત્માને ચારિત્ર મોહવશ બાહ્ય શરીરાદિ તથા ઇન્દ્રિયોના વિષયોમાં રાગ થાય તો ભેદવિજ્ઞાનદ્વારા ઉપયોગને ત્યાંથી હુઠાવી શુદ્ધાત્મસ્વરૂપમાં જોડવો. તેમ કરવાથી શરીરાદિ પ્રત્યેનો પ્રેમ નાશ પામે છે.
જેનો ઉપયોગ ચૈતન્યના આનંદમાં લાગે છે તેને જગતના બધાય પદાર્થો નીરસ લાગે છે, શરીરાદિ બાહ્ય પદાર્થો પ્રત્યેનો ઉત્સાહ ઊડી જાય છે અને તે તરફ તે ઉદાસીન રહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com