________________
૬૨ ]
સમાધિતંત્ર
टीका- अपमानो महत्त्वखंडनं अवज्ञा च स आदिर्येषां मदेर्ष्यामात्सर्यादिनां ते अपमानादयो भवन्ति। यस्य चेतसो विक्षेपो रागादिपरिणतिर्भवति । यस्य पुनश्चेतसो न क्षेपो विक्षेप नास्ति । तस्य नापमानादयो भवन्ति ।। ३८ ।।
ટીકા : જેનું મન વિક્ષેપ પામે છે અર્થાત્ રાગાદિરૂપે પરિણમે છે, તેને અપમાનાદિ-અર્થાત્ અપમાન એટલે પોતાના મહત્વનું ખંડન-અવજ્ઞા, મદ, ઈર્ષ્યા, માત્સર્ય, વગેરે થાય છે, પરંતુ જેના મનમાં વિક્ષેપ થતો નથી, તેને અપમાનાદિ થતાં નથી.
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવાર્થ : જેનું મન રાગ-દ્વેષાદિ વિકારોથી વિક્ષિસ થાય છે, તેને જ માન-અપમાનાદિની લાગણી થાય છે, પરંતુ જેનું મન રાગદ્વેષરૂપે પરિણમતું નથી તેને અપમાનાદિની લાગણી ઉદ્દભવતી નથી. તે માન-અપમાનમાં સમભાવે વર્તે છે.
મોહરાગ-દ્વેષાદિ વિભાવોમાં વર્તતો જીવ જ માન-અપમાનની કલ્પનાથી દુઃખી થાય છે, પરંતુ જેનું ચિત્ત રાગ-દ્વેષ-મોહાદિ વિભાવોથી રહિત થઈ પોતાના જ્ઞાનસ્વરૂપમાં સ્થિર થાય છે તેને માન-અપમાનની કલ્પનાઓ ઉત્પન્ન થતી નથી, કારણ કે જ્ઞાનાનંદમાં લીન થતાં કોણ બહુમાન કરે છે કોણ અપમાન કરે છે–એવો વિકલ્પ જ ઊઠતો નથી. તે જ્ઞાતા-દષ્ટાપણે રહે છે.
વિશેષ
જ્ઞાનીને શત્રુ-મિત્ર-પ્રત્યે, માન-અપમાનના પ્રસંગે, જીવન કે મરણના વિષયમાં અને સંસાર કે મોક્ષમાં સમભાવ-સમદર્શિતા વર્તે છે.
જ્ઞાનભાવના છોડીને અજ્ઞાનથી જે જીવ ૫૨ સંયોગમાં માન-અપમાનની બુદ્ધિ કરે છે તે અજ્ઞાની છે. જેને જ્ઞાનસ્વભાવની ભાવના નથી એવા અજ્ઞાનીને જ બાહ્યદષ્ટિથી એકાંત માનઅપમાનરૂપ પરિણમન થાય છે. જ્ઞાનસ્વભાવની ભાવનામાં જ્ઞાનીને જ્ઞાનનું જ પરિણમન થાય છે, માન-અપમાનરૂપ પરિણમન થતું નથી; જરાક રાગ-દ્વેષની વૃત્તિ થાય, ત્યાં તે વૃત્તિને પણ જ્ઞાનથી ભિન્નરૂપ જ જાણે છે ને જ્ઞાનસ્વભાવની જ ભાવના વડે જ્ઞાનની અધિકતારૂપે જ પરિણમે છે.” ૩૮.
૨
૧.
૨.
k
66
‘શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
માન-અમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મ૨ણે નહિ ન્યૂનાધિકતા,
ભવ-મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો....અપૂર્વ ”
.... ૧૦
( શ્રીમદ્ રાજચંદ્ર- · અપૂર્વ અવસર’)
:
જુઓ- ‘ આત્મધર્મ ’.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com