________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦]
સમાધિતંત્ર टीका- मूलं कारणं। कस्य ? संसारदुःखस्य। काऽसौ ? देहएवात्मधीः। देह: कायः स एवात्म इति धीः। यत एवं ततस्तस्मात्कारणात्। एनां देहएवात्मबुद्धिं त्यक्त्वा अन्तः प्रविशेत् आत्मनि आत्मबुद्धिं कुर्यात् अन्तरात्मा भवेदित्यर्थः। कथं भूतः सन् ? बहिरव्यापृतेन्द्रियः बहिर्बाह्यविषयेषु अव्यापृतान्यप्रवृत्तानीन्द्रियाणि यस्य ।।१५।।
શ્લોક ૧૫ અન્વયાર્થ: (વે) શરીરમાં (ગાત્મથી: 9q) આત્મબુદ્ધિ હોવી તે જ (સંસારપુ: ) સંસારના દુ:ખનું (મૂનં ) કારણ છે (તત:) તેથી (ઈનાં) તેને-શરીરમાં આત્મબુદ્ધિને(ત્યવક્વા ) છોડીને તથા (વદિ: વ્યાકૃતન્દ્રિય:) બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને (:) અંતરંગમાં-આત્મામાં (પ્રવિશેત્ ) પ્રવેશ કરવો.
ટીકા : મૂલ એટલે કારણ, કોનું? સંસારદુ:ખનું તે (કારણ ) કયું? દેહમાં જ આત્મબુદ્ધિ અર્થાત્ દેહુ-કાય તે જ આત્મા એવી બુદ્ધિ (માન્યતા) છે. તે કારણને લીધે તેનો, એટલે દેહમાં જ આત્મબુદ્ધિનો, ત્યાગ કરીને અંતરમાં પ્રવેશ કરવો-આત્મામાં આત્મબુદ્ધિ કરવી-અંતરાત્મા થવું-એવો અર્થ છે. કેવો થઈને? બાહ્યમાં અવ્યામૃત ઇન્દ્રિયોવાળો થઈને-અર્થાત્ બાહ્ય વિષયોમાં જેની ઇન્દ્રિયો અવ્યાકૃત એટલે અપ્રવૃત્ત થઈ છે (રોકાઈ ગઈ છે-અટકી ગઈ છે ) તેવો થઈને.
ભાવાર્થ : શરીરમાં આત્મબુદ્ધિ થવી એ જ સંસારનું મૂળ (એક જ સાચું) કારણ છે, માટે તેને છોડીને તથા ઈન્દ્રિયોની બાહ્ય વિષયોમાં થતી પ્રવૃત્તિને રોકીને આત્મામાં પ્રવેશ કરવો, અર્થાત્ પર તરફથી હઠીને સ્વસમ્મુખ થવું.
સંસારમાં જેટલા દુઃખ છે તે બધા શરીરમાં એકતાબુદ્ધિના કારણે જ હોય છે. જ્યાં સુધી જીવને બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ રહે છે ત્યાં સુધી આત્માની સાથે શરીરનો સંબંધ રહ્યા કરે છે અને તેથી તેને સંસારમાં ઘોર દુઃખ ભોગવવાં પડે છે.
જ્યારે જીવને શરીરાદિ પર પદાર્થો તરફનો મમત્વભાવ છૂટી જાય છે ત્યારે તેને બાહ્ય પદાર્થોમાં અહંકાર-મમકારબુદ્ધિ હોતી નથી. તે પરથી મુખ મોડી સ્વસમ્મુખ ઢળે છે અને આત્મિક આનંદ અનુભવે છે; તેથી ગ્રન્થકારે સમસ્ત દુ:ખોનું મૂળ કારણ જે શરીરમાં આત્મબુદ્ધિ છે તેનો ત્યાગ કરી, અન્તરાત્મા થવાની જીવને પ્રેરણા કરી છે, જેથી તે ઘોર સાંસારિક દુઃખોથી છૂટકારો પામી સાચા નિરાકુલ સુખની પ્રાપ્તિ કરે.
વિશેષ ....આ જીવને પર્યાયમાં અહંબુદ્ધિ થાય છે, તેથી તે પોતાને અને શરીરને એકરૂપ જાણી પ્રવર્તે છે. આ શરીરમાં પોતાને રુચે એવી ઈષ્ટ અવસ્થા થાય છે તેમાં રાગ કરે છે તથા પોતાને અણચતી એવી અનિષ્ટ અવસ્થામાં ઢષ કરે છે. શરીરની ઈષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં દ્વેષ કરે છે......કોઈ બાહ્ય પદાર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com