________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર પ્રાપ્તિનો અર્થી ધનુર્વેદીને નમસ્કાર કરે છે તેમ. તેથી સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિના અર્થી–સમાધિશતક શાસ્ત્રના કર્તા, વ્યાખ્યાતા, શ્રોતા અને તેના અર્થના અનુષ્ઠાતા આત્મવિશેષ-( એ સર્વે) સિદ્ધાત્માને નમસ્કાર કરે છે.
સિદ્ધ' શબ્દથી અતાદિનું પણ ગ્રહણ સમજવું કારણ કે તેમણે પણ દેશતઃ (અંશે). સિદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. (૧)
ભાવાર્થ : ગ્રન્થકારે શ્લોકના પૂર્વાર્ધમાં સ્વ-પરનું ભેદવિજ્ઞાન તે જ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે એમ સૂચવ્યું છે અને તેના ઉત્તરાર્ધમાં ફળસ્વરૂપ પરિપૂર્ણ જ્ઞાન આનંદરૂપ એવી સિદ્ધદશા તે મોક્ષસ્વરૂપ છે એમ દર્શાવ્યું છે; અર્થાત્ પ્રસ્તુત શ્લોકમાં મોક્ષનો ઉપાય અને મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે.
જેમણે આત્માને આત્મારૂપે જ યથાર્થ જામ્યો છે શરીરાદિ અને સુર નર-નારકાદિ પર્યાયરૂપે જાણ્યો નથી અને પરને પરરૂપે જાણ્યા છે–અર્થાત્ શરીરાદિ અને નર-નારકાદિ પર્યાયને આત્માથી પર જાણ્યા છે, તેવા અવિનાશી અનંતજ્ઞાનસ્વરૂપ સિદ્ધાત્માને અહીં નમસ્કાર કર્યા છે.
વિશેષ આત્મા આત્મારૂપે છે અને શરીરાદિ પર પદાર્થોરૂપ નથી તથા શરીરાદિ પર પદાર્થો પરરૂપે છે અને આત્મારૂપે નથી-એવું નિર્ણયપૂર્વક સ્વ-પરનું ભેદ વિજ્ઞાન સિદ્ધપદ પામવાનો મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે.
શ્રી સમયસાર ગાથા રની ટીકામાં પણ લખ્યું છે કે
“....સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ ઉદય પામે છે...........' એ પ્રમાણે ભેદજ્ઞાનજ્યોતિ જ કેવળજ્ઞાન પ્રગટ કરવાનું સાધન (ઉપાય) છે.
સ્વ-પરનું-જીવ-અજીવનું ભેદજ્ઞાન પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ-પરનું જ્ઞાન અવશ્ય જોઈએ કારણ કે સ્વ-પરનું જ્ઞાન જો ન હોય તો પોતાને ઓળખ્યા વિના પોતાનું દુઃખ કેવી રીતે દૂર કરે ?
અથવા સ્વ-પરને એકરૂપ જાણી પોતાનું દુઃખ દૂર કરવા અર્થે પરનો ઉપચાર કરે તો તેથી પોતાનું દુઃખ કેવી રીતે દૂર થાય? અથવા પોતાથી ભિન્ન એવા પરમાં આ જીવ અહંકાર-મમકાર કરે તો તેથી દુ:ખ જ થાય. માટે સ્વ-પરનું જ્ઞાન થતાં દુઃખ દૂર થાય છે.
હવે સ્વ-પરનું જ્ઞાન જીવ-અજીવનું જ્ઞાન થતાં જ થાય છે કારણ કે પોતે જીવ છે તથા શરીરાદિક અજીવ છે. જો લક્ષણાદિ વડે જીવ-અજીવની ઓળખાણ થાય તો જ સ્વ-પરનું ભિન્નપણું ભાસે; માટે જીવ-અજીવ જાણવા જોઈએ.........
ભેદજ્ઞાનની આવશ્યકતા “.... સર્વે દુઃખોનું મૂળ કારણ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર છે. એ સર્વે દુઃખોનો અભાવ કરવા માટે તેને બે પ્રકારનું ભેદજ્ઞાન કરાવવામાં આવે છે. ૨. મોક્ષમાર્ગ પ્રકાશક-ગુ. આવૃત્તિ-પૃ. ૮૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com