________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
શ્રીમદ્ દેવનન્દી અપરનામ પૂજ્યપાદસ્વામીવિરચિત
श्रीप्रभाचन्द्रविनिर्मितसंस्कृतटीका
[મંતીવર] सिद्धं जिनेन्द्रमलमप्रतिमप्रबोधम्
निर्वाणमार्गममलं विबुधेन्द्रवन्धम् । संसारसागरसमुत्तरणप्रपोतं
वक्ष्ये समाधिशतकं प्रणिपत्य वीरम् ।। श्री पूज्यपादस्वामी मुमुक्षूणां मोक्षोपायं मोक्षस्वरूपं चोपदर्शयितुकामो निर्विघ्नतः शास्त्रपरिसमाप्त्यादिकं फलमभिलषन्निष्टदेवताविशेषं नमस्कुर्वन्नाह
येनात्माऽबुद्धयतात्मैव परत्वेनैव चापरम् । अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः ।।१।।
મૂળ શ્લોક અને સંસ્કૃત ટીકાનો ગુજરાતી અનુવાદ
મંગલાચરણ અર્થ : સિદ્ધ, અનુપમજ્ઞાનવાર્ (અનંતજ્ઞાની), નિર્વાણમાર્ગરૂપ, નિર્મળ ( વીતરાગ), દેવેન્દ્રોથી વંદનીય તથા સંસાર-સાગરને પાર કરવા માટે ઉત્કૃષ્ટ નાવરૂપ-એવા વીર જિનેન્દ્ર ભગવાનને પ્રણિપાત કરીને, હું (શ્રીપ્રભાચંદ્ર) સમાધિશતક કહીશ.
શ્રી પૂજ્યપાદસ્વામી (આ સમાધિતંત્રના રચયિતા) મુમુક્ષુઓને મોક્ષનો ઉપાય અને મોક્ષનું સ્વરૂપ બતાવવાની કામનાથી તથા નિર્વિઘે શાસ્ત્રની પરિસમાહિ-આદિરૂપ ફલની અભિલાષાથી ઈષ્ટદેવતાવિશેષને નમસ્કાર કરીને કહે છે:
શ્લોક ૧ અન્વયાર્થ : (મેન) જેનાથી (માત્મા માત્મા પ્રવ) આત્મા આત્મા રૂપે જ (મgધ્યત) જણાયો (૨) અને (પરં પરત્વેન વ) પર પરરૂપે જ જણાયું (તસ્ને) તે (અક્ષયાત્તવોધાય ) અવિનાશી અનંત જ્ઞાનસ્વરૂપ (સિદ્ધાત્મને) સિદ્ધાત્માને (નમ:) નમસ્કાર હો !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com