________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ યુગપ્રવર્તક, આત્મજ્ઞસંત પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના તેજ: પુંજ આત્માને
ભાવ નમસ્કાર
अज्ञानतिमिरान्धानाम् ज्ञानाञ्जनशलाकया।
चक्षुरुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः ।। અમારા જેવા અનેક મુમુક્ષુઓને જેઓશ્રીએ અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર કાઢી ભવાટવીમાં રખડતાં ચક્ષુ કે જે બંધ હતા, તેને જ્ઞાનરૂપી અંજન આંજી ખોલી નાખ્યા છે અને મોક્ષનો માર્ગ સ્પષ્ટ કરી બતાવ્યો છે. તેવા પરમ કૃપાળુ અનંત ઉપકારી પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પવિત્ર ચરણોમાં અમારા કોટિ કોટિ વંદન.
આવા મહાન ઉપકારી ગુરુનો પાર્થિવદેહ આપણી સમક્ષ નથી અને પુજ્ય ગુરુદેવશ્રીનો વિયોગ આપણને અતિશય સાલે છે. હવે આપણને ભગવાન કહી કોણ બોલાવશે? પામરને પ્રભુતા કોણ અર્પશે? વહાલભર્યા આત્મીય સંબોધન કોણ કરશે? આવા વિચારોથી હૈયું ભરાઈ જાય છે.
ભલે આજે આપણી સમક્ષ પૂજ્ય ગુરુદેવ નથી. પરંતુ તેઓશ્રીએ દર્શાવેલ મોક્ષનો માર્ગ તેઓશ્રીની વાણીમાં સચવાયેલો છે. આપણા જેવા ભક્તો માટે પૂજ્યશ્રીની મંગળ વાણીરૂપ અધ્યાત્મતીર્થ વિધમાન છે. પૂજ્યશ્રીની અનુપસ્થિતિમાં પણ આ વાણીમાં આપણને તારવાની શક્તિ પડી છે. આપણી આવી પાત્રતા પણ પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાને કારણે થઈ શકી છે. તે અનુસાર આત્મભાવના ભાવવી એ જ કર્તવ્ય છે.
પૂજ્યશ્રીનો આ યુગમાં જન્મ થવો એ જ માનવજાત માટે આશીર્વાદરૂપ હતો. જૈનધર્મ કે જે ક્રિયાકાંડની કેદમાં ફસાયેલો હતો તેનું સાચું સ્વરૂપ સમજાવી જૈનધર્મને ક્રિયાકાંડમાંથી મુક્ત કર્યો અને જૈનધર્મ એ વિશ્વધર્મ છે-એમ સમજાવ્યું. દરેક જીવ પોતાની અંદર રહેલા ચૈતન્યતત્ત્વરૂપ આત્મસત્તાની અનુભૂતિ કરી મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી શકે છે. આમ ભક્તોને ભગવાન બનવાનો ઉપાય બતાવ્યો. આવા પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં આપણો જન્મ થયો એ પણ આપણા ભવનો કિનારો નિકટ છે એમ સૂચવે છે. અનેક જન્મોના સંચિત પુણ્યોદયે આવા મહાન ગુરુનાં દર્શન થાય છે. અને આપણે તો પૂજ્યશ્રી સાથે રહ્યાં, તેમની વાણી સાંભળી અને ભવપાર થવાની દેશનાનો લાભ મળ્યો. આ બધું આપણને મુક્તિપુરીના પંથે જવા માટે પ્રેરણાના પીયુષ થાશે.
આજે જ્યારે સમગ્ર માનવજાતિ ભૌતિક સુખ માટે દોડી રહી છે અને સુવિધાવાળી જિંદગી પ્રત્યે અભિમુખ છે તે સમયે હે ગુરુદેવ! આપે ચૈતન્યતત્ત્વનો મહિમા સમજાવ્યો, અંતર્મુખ પુરુષાર્થ
:: ૧૦ ::
Please inform us of any errors on rajesh@AtmaDharma.com