________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કરેલો છે, પરંતુ તેઓએ સંસ્કૃત ટીકાનો શબ્દશ: અનુવાદ નહિ કરતાં ફક્ત ભાવ જ આપ્યો છે. તેનો ગુજરાતી અનુવાદ, સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીકૃત, સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયઅમદાવાદ તરફથી પ્રસિદ્ધ થયો છે. તેમણે પાટણ-જૈન ભંડારની હસ્તલિખિત પ્રતના આધારે સંસ્કૃત ટીકાનો અનુવાદ કર્યો છે, પરંતુ ઉપલબ્ધ બીજી દિગમ્બર જૈન હસ્તલિખિત પ્રતો સાથે તેની કેટલીક જગ્યાએ મેળ બેસતો નથી.
જયપુર તથા દિલ્હી દિ. જૈન ભંડારોની હસ્તલિખિત પ્રતો ઉપરથી શ્રી મુખરજીએ જે સંસ્કૃત ટીકા પ્રગટ કરી છે, તેનો આ ગ્રન્થમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટીકાને ઘણે અંશે મળતી એક વધુ શુદ્ધ હસ્તલિખિત પ્રત મને ઇડર-દિ. જૈન સરસ્વતી ભંડારમાંથી તેના પ્રબંધકર્તાના સૌજન્યથી પ્રાપ્ત થઈ છે. આ બધી પ્રતોનો આધાર લઈ શબ્દશઃ આ ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે અને ગ્રન્થકર્તા તથા ટીકાકારના ભાવને વધુ સ્પષ્ટ કરવા, તે સાથે ભાવાર્થ ” તથા “વિશેષાર્થ પણ ઉમેરવામાં આવ્યા છે.
આ કાર્યમાં પ્રત્યક્ષ યા પરોક્ષ સહાય કરનાર વ્યક્તિઓનો તથા દિ. જૈન સંસ્થાઓનો હું આભાર માનું છું.
બ્ર. શ્રી ગુલાબચંદભાઈ તથા બ્ર. શ્રી ચંદુભાઈએ પણ આ અનુવાદ-કાર્યમાં પ્રોત્સાહન અને સહાનુભૂતિ દર્શાવી છે તથા માર્ગદર્શન કર્યું છે. તે માટે હું તેમનો પણ આભારી છું.
આ સિવાય જે જે ભાઈઓએ મને સહાય કરી છે, તે સર્વેનો હું સમગ્રપણે આભાર માનું
આ અનુવાદ ઉપરોક્ત બે વિદ્વાનો દ્વારા પરિશોધિત હોવા છતાં તેમાં જે કાંઈ સ્કૂલના દષ્ટિગોચર પડે તે અનુવાદકની જ છે, એમ સમજવા વિદ્વાન વર્ગને વિનંતી છે.
गच्छतः स्खलनं क्वापि भवत्येव प्रमादतः । हसन्ति दुर्जनास्तत्र समादधति सज्जनाः ।।
મુ. સોનગઢ (સૌરાષ્ટ્ર ) તા. ૩-૪-૧૯૬૬ શ્રી મહાવીર જયંતિ.
અનુવાદક, છોટાલાલ ગુ. ગાંધી (સોનાસણ) બી. એ. (ઓનર્સ) એસ. ટી. સી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com