________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
૧૦૦]
* नष्टे वस्त्रे यथाऽऽत्मानं न नष्टं मन्यते तथा ।
नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं मन्यते बुधः ।। ६५ ।। टीका- प्रावृत्ते वस्त्रे नष्टे सति आत्मानं यथा नष्टं बुधो न मन्यते तथा स्वदेहेऽपि विनष्टे कुतश्चित्कारणाद्विनाशं गते आत्मानं न नष्टं मन्यते बुधः।। ६५।।
શ્લોક ૬૫ અન્વયાર્થ: (થા) જેવી રીતે (વચ્ચે નરે) વસ્ત્રનો નાશ થતાં (પુવ.) બુદ્ધિમાન પુરુષ (માત્માન ) પોતાને એટલે પોતાના શરીરને (નઈ મન્યતે) નાશ થયેલું માનતો નથી, (તથા) તેવી રીતે (વધ:) અન્તરાત્મા (સ્વવેદે નરે) પોતાના દેહનો નાશ થવા છતાં (માત્માન) આત્માને (નઈ ન મ તે) નાશ થએલો માનતો નથી.
ટીકા : જેમ પહેરેલું વસ્ત્ર નાશ પામવા છતાં, ડાહ્યો પુરુષ પોતાનો (પોતાના શરીરનો) નાશ માનતો નથી, તેમ પોતાનો દેહ નાશ પામતાં અર્થાત્ કોઈ કારણે તેનો વિનાશ થતાં, અન્તરાત્મા આત્માને નાશ થયેલો માનતો નથી.
ભાવાર્થ : જેમ પહેરેલું વસ્ત્ર નાશ પામતાં, ડાહ્યો માણસ પોતાના શરીરને નાશ થયેલું માનતો નથી, તેમ શરીર નાશ પામતાં અંતરાત્મા પોતાના આત્માને નાશ પામેલો માનતો નથી.
જેમ વસ્ત્ર અને શરીર ભિન્ન ભિન્ન છે, તેમ શરીર અને આત્મા પણ એકબીજાથી ભિન્ન છે.
શરીર અને આત્માનો સંયોગ સંબંધ છે, છતાં અજ્ઞાનીને તે બંનેની એકતાબુદ્ધિ હોવાથી તે શરીરના વિયોગથી (નાશથી) પોતાના આત્માનો નાશ માને છે અને તેના સંયોગથી પોતાના આત્માની ઉત્પત્તિ માને છે. કહ્યું છે કે
તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપકો નાશ જાન.” મિથ્યાદષ્ટિ શરીરની ઉત્પત્તિને આત્માનો જન્મ માને છે અને શરીરના નાશને આત્માનો નાશ માને છે."
વિશેષ શરીરમાં આત્મબુદ્ધિ હોવાથી તેને આવી ઊંધી માન્યતા હોય છે. પરના શરીર સંબંધી પણ તેને આવો જ ભ્રમ હોય છે. સ્ત્રી કે પુત્રના શરીરનો નાશ થતાં, તેના આત્માનો નાશ માની
वत्थु पणट्ठइ जेम बुहु देहु ण मण्णइ णट्ठ। णढे देहे णाणि तहँ अप्पु ण मण्णइ णट्ठ।। २-१८०।।
-પરમાત્મપ્રવાશેયોગેન્દુવ: જુઓ - શ્રી દૌલતરામજી કૃત “છઢાલા’ - ૨/૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
*.