________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮]
સમાધિતંત્ર यदि संज्ञिषूत्पद्य कदाचिदैववशाद् बुध्यन्ते तदा ममाहमिति जाग्रति ? केषु ? अनात्मीयात्मभूतेषु-अनात्मीयेषु परमार्थतोऽनात्मीयभूतेषु पुत्रकलत्रादिषु ममैते इति जाग्रति अध्यवस्यन्ति। अनात्मभूतेषु शरीरादिषु अहमेवैते इति जाग्रति अध्यवस्यन्ति।। ५६।।
ઉત્પન્ન થઈ કદાચિત્ એટલે દેવવશાત્ જાગૃત થાય, તો તેઓ “મારું-હું' એવો અધ્યવસાય કરે છે. શામાં? અનાત્મીયભૂતમાં અને અનાત્મભૂતમાં-અર્થાત્ અનાત્મીયમાં એટલે વાસ્તવમાં અનાત્મીયભૂત અર્થાત્ પોતાનાં નથી તેવા પુત્ર-સ્ત્રી આદિમાં “એ મારાં છે' એવું માને છે એટલે એવો અધ્યવસાય કરે છે, અને અનાત્મભૂત જે શરીરાદિ તેમાં “તે હું જ છું' એવો અધ્યવસાય કરે છે–એવી ઊંધી માન્યતા કરે છે.
ભાવાર્થ : અનાદિકાળથી આ અજ્ઞાની જીવ, મિથ્યાત્વના સંસ્કારવશ નિત્ય નિગોદાદિ નિંધ પર્યાયોમાં-ચોરાશી લક્ષ યોનિસ્થાનોમાં-જ્ઞાનની અત્યંત હીનદશામાં અર્થાત્ જડવત્ મૂર્શિત અવસ્થામાં પડી રહ્યો છે. કદાચિત્ જો તે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાય પ્રાપ્ત કરે અને થોડી જ્ઞાન-શક્તિ જાગૃત થાય, તો તે અનાદિ અવિદ્યાના સંસ્કારને લીધે, સ્ત્રી-પુત્ર-મિત્રાદિ જે પોતાથી પ્રત્યક્ષ ભિન્ન છે અર્થાત્ “અનાત્મીય” છે તેમાં “આ મારાં” એવી મમકારબુદ્ધિ કરે છે અને શરીરાદિ જે પોતાનું સ્વરૂપ નથી, જે “અનાત્મ” અર્થાત્ જડ છે, તેમાં “આ હું છું ' એવી આત્મબુદ્ધિ કરે છે.
વિશેષ શરીર, શુભાશુભ રાગાદિ ભાવકર્મ અને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો આત્મા સાથે સંયોગ સંબંધ છે. વાસ્તવમાં તે બધાં આત્માથી ભિન્ન છે-આત્મસ્વરૂપ નથી, માટે તેઓ “અનાત્મભૂત” છે; છતાં અજ્ઞાની તેને પોતાનાં માને છે.
સ્ત્રી-પુત્ર-મિત્રાદિનો આત્મા સાથે પ્રત્યક્ષ ભિન્ન સંયોગ સંબંધ છે. વાસ્તવમાં તેઓ જીવનમાં પોતાનાં નથી; તેથી તેઓ “અનાત્મીયભૂત' છે.
અજ્ઞાની, આ અનાત્મભૂત અને અનાત્મીયભૂત પદાર્થોમાં મમકારબુદ્ધિ અને આત્મબુદ્ધિ કરી પોતાના ચૈતન્યસ્વરૂપને ભૂલી અનાદિકાળથી ભવ-ભ્રમણ કરી રહ્યો છે. ભવ-ભ્રમણનું મૂલ કારણ જીવનો મિથ્યાત્વભાવ જ છે.
જે આત્મા એ રીતે જીવ અને પુદગલના (પોતપોતાના) નિશ્ચિત ચેતનત્વ અને અચેતનવ સ્વભાવ વડે સ્વ-પરનો વિભાગ દેખતો નથી. તે જ આત્મા “આ હું છું આ મારું છે” એમ મોથી પરદ્રવ્યમાં પોતાપણાનું અધ્યવસાન કરે છે; બીજો નહિ.....૧
૧. ૨.
પરને સ્વને નહિ જાણતો, એ રીત પામી સ્વભાવને, તે આ હું, આ મુજ” એમ અધ્યવસાન મોહ થકી કરે. (૧૮૩) ( શ્રી પ્રવચનસાર- ગુ. આવૃત્તિ, ગાથા ૧૮૩ની ટીકા જુઓ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com