________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨ત્ન કરડક શ્રાવકાચા૨
ભગવાનશ્રીકુંદકુંદ
% -
[ રાષમનીસા:] રાગદ્વેષથી મલિન [તેવતા] દેવતાઓની [૩૫ાણીત] ઉપાસના કરે છે તેને [તેવતામૂ૮]દેવમૂઢતા [૩વ્યતે] કહે છે.
વિશેષ જેનામાં સાચા દેવનાં લક્ષણો–વીતરાગતા, સર્વજ્ઞતા અને હિતોપદેશીપણું-એ ત્રણે લક્ષણો ન હોય તે અદેવ છે-કુદેવ છે. તે કોઈપણ રીતે જીવને હિતકર્તા નથી, છતાં તેને ભ્રમથી હિતકર્તા માની તેનું સેવન કરવું તે મિથ્યાત્વ છે.
૧મિથ્યાદષ્ટિ જીવ ત્રણ પ્રકારના પ્રયોજનથી તેની ઉપાસના કરે છે. કોઈ તેની ઉપાસનાને મોક્ષનું કારણ જાણીને તેને સેવે છે, પણ તેથી મોક્ષ થતો નથી, કારણ કે મિથ્યાભાવયુક્ત ઉપાસના મોક્ષનું કારણ કેમ હોઈ શકે?
કેટલાક જીવો પરલોકમાં સુખ થાય-દુઃખ ન થાય? એવા પ્રયોજનથી કુદેવને સેવે છે, પણ તેની સિદ્ધિ તો પુણ્ય ઉપજાવતાં અને પાપ ન ઉપજાવતાં થાય છે. પણ પોતે તો પાપ ઉપજાવે અને કહે કે “ઈશ્વર મારું ભલું કરશે.” પણ એ તો એનો ભ્રમ છે, કારણ કે જીવ જેવો પરિણામ કરશે તેવું જ ફળ પામશે. માટે કોઈનું ભલું-બૂરું કરવાવાળો ઈશ્વર કોઈ છે જ નહિ; તેથી કુદેવોના સેવનથી પરલોકમાં ભલું-બૂરું થતું નથી.
વળી ઘણા જીવો શત્રુનાશાદિક, રોગાદિ નાશ, ધનાદિની પ્રાપ્તિ તથા પુત્રાદિકની પ્રાપ્તિ ઇત્યાદિક આ પર્યાય સંબંધી દુઃખ મટાડવા યા સુખ પામવાના અનેક પ્રયોજન પૂર્વક એ કુદેવાદિકનું સેવન કરે છે. હનુમાનાદિક, ભૈરવ, દેવીઓ.... શીતળા, દહાડી, ભૂત, પિતૃ, વ્યંતરાદિક, સૂર્ય-ચંદ્ર, શનિશ્ચરાદિ, જ્યોતિષીઓને, પીર-પેગંબરાદિકોને, ગાય-ઘોડાદિ તિર્યંચોને, અગ્નિ-જલાદિકને તથા શસ્ત્રાદિકને પૂજે છે. ઘણું શું કહીએ? રોડા ઇત્યાદિકને પણ પૂજે છે; પરંતુ એવા કુદેવોનું સેવન મિથ્યાદષ્ટિથી જ થાય છે, કારણ કે પ્રથમ તો તે જેનું સેવન કરે છે તેમાંથી કેટલાક તો કલ્પના માત્ર જ દેવ છે, એટલે તેમનું સેવન કેવી રીતે કાર્યકારી થાય? વળી કોઈ
આ શ્લોક નીચેની સંસ્કૃત ટીકા આગમયુક્ત નથી એમ શેઠ માણિકચંદજી ગ્રંથમાળા પુષ્પ નં. ૨૪ પ્રસ્તાવના પાના નં. ૬૯માં સ્પષ્ટ લખ્યું છે. તેનું તે કથન યોગ્ય છે માટે તે લીધી નથી. (શ્રી
રામજીભાઈ માણેકચંદ વકીલ, સોનગઢ.) ૧. જાઓ મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યાય ૬. પૃષ્ઠ ૧૭૧ થી ૧૭૮.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com