________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
કહાનજૈનશાસ્ત્રમાળા
૭૧
સ્થિતા:। अथ मिथिलानगर्यामर्धरात्रे बहिर्विनिर्गतश्रुतसागरचन्द्राचार्येण आकाशे श्रवणनक्षत्रं कम्पमानमालोक्यावधिज्ञानेन ज्ञात्वा भणितं महामुनिनां महानुपसर्गो वर्तते। तच्छ्रुत्वा पुष्पधरनाम्ना विद्याधरक्षुल्लकेन पृष्टं भगवन् । क्व केषां मुनिनां महानुपसर्गो वर्तते? हस्तिनापुरे अकम्पनाचार्यादीनां सप्तसतयतीनां। उपसर्गः कथं नश्यति ? धरणिभूषणगिरौ विष्णुकुमारमुनिर्विक्रियद्धिसम्पन्नस्तिष्ठति स नाशयति । एतदाकर्ण्य तत्समीपे गत्वा क्षुल्लकेन विष्णुकुमारस्य सर्वस्मिन् वृत्तान्ते कथिते मम किं विक्रिया ऋद्धिरस्तीति संचिन्त्य तत्परीक्षार्थं हस्तः प्रसारितः । स गिरिं मिच्वा दूरे गतः। ततस्तां निर्णीय तत्र गत्वा पद्मराजो भणितः। किं त्वया मुनिनामुपसर्गः कारितः। भवत्कुले केनापीदृशं न कृतं। तेनोक्तं किं करोमि मया पूर्वमस्य वरो दत्त इति। तत विष्णुकुमारमुनिना वामनब्राह्मणरूपं धृत्वा दिव्यध्वनिना प्राध्ययनं कृतं । बलिनोक्तं
પછી મિથિલા નગરીમાં અર્ધરાત્રે બહાર નીકળેલા શ્રુતસાગરચંદ્રાચાર્યે આકાશમાં શ્રવણ નક્ષત્રને કંપાયમાન જોઈને અવધિજ્ઞાનથી જાણીને કહ્યું:
“મહામુનિઓને મોટો ઉપસર્ગ થઈ રહ્યો છે.”
તે સાંભળી પુષ્પધ૨ નામના વિદ્યાધર ક્ષુલ્લકે પૂછ્યું: “ભગવન્! ક્યાં ક્યા ક્યા મુનિઓને મોટો ઉપસર્ગ થઈ રહ્યો છે?”
તેમણે કહ્યું : “ હસ્તિનાપુરમાં અકંપનાચાર્યાદિ સાતસો મુનિઓને ઉપસર્ગ છે.” “તે કેવી રીતે નાશ પામે ?” એમ ક્ષુલ્લક દ્વારા પૂછવામાં આવતાં તેમણે કહ્યું:
“ધરણિભૂષણ પર્વત ઉપ૨ વિષ્ણુકુમાર મુનિ છે. તેમને વિક્રિયા ઋદ્ધિ પ્રાપ્ત થઈ છે. તેઓ (આ ઉપસર્ગને ) દૂર કરી શકે.”
એ સાંભળીને તેમની પાસે જઈ ક્ષુલ્લકે મુનિ શ્રી વિષ્ણુકુમારને સર્વ વૃતાંત કહ્યું. ત્યારે તેમણે કહ્યું કે : “શું મને વિક્રિયા ઋદ્ધિ પ્રાપ્ત થઈ છે?”
એમ વિચારી તેની પરીક્ષા કરવા માટે પોતાનો હાથ લંબાવ્યો. તે (હાથ) પર્વત ભેદીને દૂર ગયો. પછી તેનો નિર્ણય કરી, ત્યાં જઈ પદ્મરાજને તેણે કહ્યું: “તમે મુનિઓને કેમ ઉપસર્ગ કરાવ્યો ? આપના કુળમાં કોઈએ એવું કદી કર્યું નથી.”
તેણે (રાજાએ ) કહ્યું : “હું શું કરું? પૂર્વે મેં વરદાન આપ્યું હતું.”
પછી વિષ્ણુકુમારે વામન (ઠીંગણા ) બ્રાહ્મણનું રૂપ બનાવીને દિવ્યધ્વનિથી ( ઉત્તમ શબ્દો દ્વારા ) વેદ મંત્રોનું ઉચ્ચારણ શરૂ કર્યું. બલિએ કહ્યું “તમને શું આપું ?”
k
Please inform us of any errors on rajesh@AtmaDharma.com